________________
૫
તો ધર્મ તીર્થની પ્રવૃતિ, ધર્મ અથવા શુદ્ધપરિણતિની મને ગમ્ય ચર્ચા અને ચર્ચા કરવાવાળા ભવ્ય છે જ ન હોત ! ! એટલે પુણ્યબંધનને સર્વથા હેય બતાવનારાએ પિતે વિચાર કરવો જોઈએ અને પુણ્યબંધનની પરમ ઉપાદેપતાને સમજી ઉમાગે વિચરતા સૌને સન્માર્ગે વાળે. એટલે એમ કહેવામાં વાંધો નથી કે પુણ્ય વિના ધર્મ નથી. અરે ધર્મથી પણ પુણ્ય મેટું છે કારણ કે પુણ્ય તે ધર્મનું કારણ ઉપાદક છે. આમ પુણ્ય ધર્મને હેય બતાવવાથી તીર્થકર ભગવાનની પણ અવહેલના થાય છે. અને પરિણામે આસ્તિકો માટે તે વચનો તીર સમાન અસહ્ય બને છે. શ્રી કુંદકુંદ આચાર્યે પ્રવચન સારની ગાથા કપમાં પુણ્યનું ફળ અહંત પદ પ્રાપ્તિ બતાવ્યું છે. ધર્મધ્યાન અને મે ક્ષ
ધ્યાન ચાર પ્રકારનાં ગણાવ્યાં છે. આત, રૌદ્ર, ધર્મ અને શુકલ. જે પૈકી ધર્મધ્યાન અને શુકલધ્યાનને ભગવાન ઉમા સ્વામીએ મેક્ષનાં કારણ કહ્યાં છે. પરંતુ તત્ત્વત: ધર્મધ્યાન તે શું પણ શુકલ ધ્યાનના ચાર ભેદમાંથી શરૂના ત્રણ ભેદ (પથફત્વ વિર્તક વિચાર, એકવ વિતર્ક વિચાર, અને સુમક્રિયા પ્રતિપાતી) પણ મોક્ષનું સાક્ષાત્ કારણ નથી, કારણ કે મેક્ષનું સાક્ષાત્ કારણ તે શુકલ ધ્યાનનું ચોથું પદ-બુપરત ક્રિયા નિવતી નામને ભેદ જ છે. જે સાક્ષાત્ કારણને જ મોક્ષને હેતુ માનવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com