________________
૨૩
પુજા દાનાદિ જ નહિ, મંદિર બનાવવું તે પણ ધમ છે.
દેવ પુજા, પાત્રદાનાદિ ધર્મ છે તે ઉપર સિદ્ધ કર્યું છે તે ઉપરાંત મંદિર બનાવવું તે પણ ધર્મ છે તેનાં શાસ્ત્રોમાં અનેક પ્રમાણ છે. જે પૈકી એક છે ધર્મામૃત શ્રાવકાચારના અધ્યાય બીજાને ૩૫ શ્લોકઃ निर्माप्य जिन चैत्यतदगृहमठस्वाध्याय शालादिकं श्रद्धाशक्तयनुरुपमस्ति महते धर्मानुवंधाय तत् । हिंसारभविवर्तिनां हि गृहिणां तत्तागालंबन प्रागल्भीलसदाभिमानिकरस स्यात्पुण्यचिन्मानसम् ॥
ધમfમૃત છાયા . ૨-૩૯) પિતાની શ્રદ્ધા અને શક્તિ મુજબ જિન પ્રતિમા જીનમંદિર, ધર્મશાળા, સ્વાધ્યાય મંદિર વગેરે શ્રાવકે બનાવવા જોઈએ કારણ કે તેમનું નિર્માણ કરાવવું તે ધર્મ છે અને ધમર્થ છે. ગૃહસ્થ શ્રાવક મોટાભાગે હિંસા અને આરંભના કાર્યોમાં મશગુલ રહે છે એટલે તે પ્રતિમા વગેરે ચતુરાઈ અને અભિમાન ખાતર પણ બનાવે તે પણ તેને મહાન પુણ્ય પ્રાપ્તિ થાય છે કારણ કે તેનાથી તેને અને બીજા અનેક જીવને ચિદાત્મલાભ થાય છે. આ પ્રમાણે ચતુરનુયાગમય જીનાગમમાં પુણ્ય કાર્યોમાં ધર્મ છે તેના સમર્થનના હજારો ઉલ્લેખ છે પણ વિસ્તા
ભયથી અત્રે આપતાં અચકાઉં છું. સ્વાધ્યાય શીલ અને વિવેકી સજનેની જાણ બહાર તે નથી તેટલું જ કહેવું પર્યાપ્ત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com