________________
પ્રારંભિક વકતવ્ય આજકાલ કેટલાક લોકેષણ આદિના મોહમાં પીને આધ્યાત્મિક સંતપણાને વાદ્યો પહેરીને, આધ્યાત્મિકતાની ઓટમાં જનતાને ધર્મકાર્યોથી ઉદાસીન અથવા વિમુખ બને તે ઉપદેશ આપી રહ્યા છે. પરિણામે ભાવુકજને ધનાન વ્યાપાર ધંધા આદી બંધના કારણે હેવાછતાં છોડતા નથી પરંતુ દેવ પૂજા વ્રતાદિ ધર્મકાર્યોને બંધનું કારણ કહીને છોડતા જાય છે. કેટલાકે (જડની ક્રીયા માનીને) રાત્રિભોજન પણ શરૂ કરી દીધાં છે. ધર્માત્માઓએ ઠપકો આપે ત્યારે જવાબ મળે કે રાત્રી ભેજનને ત્યાગ એ કંઈ ધર્મ નથી! પણ વસ્તુતઃ દેવપૂજા વ્રત તપ આદી ધર્મકાર્યો તરફ ઉદાસીનતા અને પાપાચારની પ્રવૃત્તિ એ ધર્મ ત્થા સમાજની પડતી દશાનાં સૂચક ચિન્હ છે.
જયપુરના પં. ઇન્દ્રલાલજી શાસ્ત્રી વિદ્યાલંકાર તેમની લાંબા કાળની નાદુરસ્ત તબીયત હોવા છતાં ધર્મ અને સમાજની સેવા માટે હરદમ તૈયાર હોય છે. તેઓ “અહિંસા સાપ્તાહિકનું સફળ સંચાલન કરે છે. તે સાથે તેમણે ભારતીય સંસ્કૃતિની પરિપાટી સાચવી રાખવા મંદિર પ્રવેશમીમાંસા, દિગંબર જૈન સાધુની ચર્યા, ભાવલીંગી દ્રવ્યલિંગી મુનીનું સ્વરૂપ વગેરે પુસ્તકે જે અત્યંત ઉપગી અને જરૂરી છે તે તેમની નાદુરસ્ત તબીયત હોવા છતાં લખ્યાં ને પ્રકાશિત કર્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com