________________
(૮૨)
એક અમૂલ્ય પ્રસંગ હતું, પરંતુ અત્યંત ખેદપૂર્વક મારે લખી દર્શન વવું પડે છે કે તા. ૧૩–૧-૨૫ દન તેઓ અહિંથી સાયંકાલે મકસ્ડ ટ્રેનમાં બેસી કોઈ પણ પ્રકારને પ્રત્યુત્તર મને આપ્યા વિના બેરસદ તરફ પ્રયાણ કરી ગયા હતા. આ ઉપરથી બે અનુમાન કરવાનાં સબલ કારણે મને જણાઈ આવે છે તે એ કે અમૃતલાલ દલપતરામ શેઠે આહાનની પ્રતે ગાંધીજીને પહોંચતી કરી નહિ હોય અથવા તે ગાધીજીને પોતાના મનમાં પૂર્ણ રીતે ખાત્રી થઈ ગયેલી હેવી જોઈએ કે આ રીતે મારે પિતાને પરિપૂર્ણરીતે પરાજયજ થશે. હિંદુ મુસલમાનનું ઐક્ય લેશ માત્ર નહિ સધાતાં ગાંધીજીની અંત્યજત્પની કેવલ ધર્મવિરોધી પ્રવૃત્તિવડે ખુદ હિંદુઓમાં એકતા થવાને બદલે સર્વ જ્ઞાતિઓમાં, સર્વ કુટુંબમાં, સર્વ સંસ્થાઓમાં, ઘરઘરમાં તેમજ વ્યકિત વ્યક્તિમાં પરસ્પર કુસંપ, કલેશ, કલહ તથા શત્રતા વધતાં જાય છે, એ વાતને ભાવનગર આદિ અનેક સ્થળોએ ગાંધીજીએ પોતે પ્રત્યક્ષ અનુભવ કર્યો છે, જેથી હું ઈચ્છું છું કે ગાંધીજીએ હવે અંત્યજસ્પર્શની દુષ્ટ અને અધમ હિલચાલને વિના કારણે ઉત્તેજન આપતાં અટકી જવું જોઈએ, તેમજ જયારે પંક્તિ માલવીયાજીએ પણ હમણાં હમણાંમાં છેવટે તા. ૧૧-૧-૨૫ ના “ ગુજરાતી ” ના અંકમા સનાતની પંડિત સાથેના સંવાદમાં હિંદુ ધર્મમાં અસ્પૃશ્યતા છે, એમ સાફ સાફ સ્વીકારી લીધું છે, તે પછી ગાંધીજીના શાસ્ત્રવિરૂદ્ધ અસ્પૃશ્યતાનિવારણરૂપી કેવલ પિતાના કલ્પિત અને કોઈપણ પાયા વિનાના મંતવ્ય પછવાડે ગતાનગતિન્યાયથી વિના વિચારે ધસતા પિતાના અનુયાયીઓને ગાંધીજીએ સત્વર અટકાવી દેવા જોઈએ. કારણ કે અસ્પૃશ્યતાનિવારણથી મહાન ધર્મહાનિ થતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com