________________
( ૭૩)
વૈમનસ્ય, વિરોધ વિદેપ શરુતા, કલહ, કલેશ, અશાંતિ તેમજ મહાન લોભ આદિને પ્રચાર થતાં થતાં માહોમાંહેને દારૂણ યુદ્ધપ્રસંગે રૂધિરની નદીઓ વહેવાને અતિ ત્રાસદાયક ભીષણ પ્રસંગ જરૂર પ્રાત થશે, એ અતિ મહત્વના મનનીય નિષયપર, અંત્યજસ્પર્શથી નષ્ટ ભ્રષ્ટ થઈ ગઈ છે બુદ્ધિ જેઓની, એવા ગાંધીજી, માલવીયાજી પ્રભૂતિ દેશનેતાઓનું ખાસ ધ્યાન ખેંચવાની હું પ્રબલ ઈચ્છા રાખું છું.
અસ્પૃશ્યતાની ભાવના હિંદશાસ્ત્રોમાં ઓતપ્રોત થઈ રહેલી છે. એ હકીક્ત ગાંધીજીને માન્ય એવા કોઈપણ હિંદુશાસ્ત્રમાંથી સિદ્ધ કરી આપવા મેં ગાંધીજીને “ગુજરાતી સમાચાર પત્રમાં ત્રણવાર જાહેર આહ્વાન આપ્યું હતું, પરંતુ તેમના તરફથી પ્રત્યુત્તર નહિં મળતાં ચતુર્થ આવ્હાન ભાવનગર મુકામે નીચે પ્રમાણે આપ્યું હતું -
| ૐ તતપરમારને નમઃ |
તો ધર્મરતતો ગયઃ ગાંધીજીપ્રતિ ચતુર્થ આવહાન. ગાંધીજી:
શ્રી સનાતનધર્મસંરક્ષક “ગુજરાતી” પત્રના તા. ૨૬-૬–૨૧ના, તા. ૬-૧૧-૨૧ ના તેમજ તા. ૨૮-૧૨-૨૪ ના અંકોમાં પૃસ્યાસ્પૃશ્ય સંબંધે તમારી પ્રતિ મારા તરફથી અપાયેલ પ્રથમ, દ્વિતીય તેમજ તૃતીય આવ્હાનોને પ્રત્યુત્તર તમારી તરફથી મને મળેલ નહિં હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com