________________
(42)
અર્થ :-સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપર અને કલિયુગ, આ સર્વે યુગે રાજાની વૃત્તિ (વર્તન) ઉપર આધાર રાખેછે; કારણકે રાજાજ સારાનરસા સમયનુ કારણ છે.
कलिः प्रसुप्तो भवति स जाग्रद्वापरं युगम् । कर्मस्वभ्युद्यतस्त्रेता विचरंस्तु कृतं युगम् ॥
અર્થ:–રાજા જ્યારે આળસ, અજ્ઞાન અને ઉંધમાં પેાતાનું રાજ્ય ચલાવે ત્યારે કલિયુગ જાણવા, જ્યારે સાવધાન થઈને રાજ્ય ચલાવે ત્યારે દ્વાપરયુગ જાણવા, જ્યારે પાતાનાં કાર્યોમાટે તત્પર થાય ત્યારે ત્રેતાયુગ જાણવા અને જ્યારે શાસ્ત્રાનુસાર કર્મો કરવા માંડે ત્યારે સત્યયુગ જાણવા. શ્રીમહાભારતમાં પણ સુસ્પષ્ટ લખ્યું છે કેઃ——
कालो वा कारणं राज्ञो राजा वा कालकारणम् । इति ते संशयो माभूद्राजा कालस्य कारणम् ॥
અČ:—કાલ એ રાજાનુ કારણ છે કે રાજા એ કાલનુ કારણ છે, એમ તને શંકા થાએ નહિં, કારણ કે રાજા એજ કાલનુ કારણ છે. ઐતરેય બ્રાહ્મણમાં ઈંદ્રે શુનઃશેષને આ પ્રમાણેજ ઉપદેશ કર્યોછે. શ્રીવાલ્મિકિ રામાયણમાં પણ લખ્યું છે કે—ચવા રાજ્ઞા તથા પ્રજ્ઞા || જેવા રાજા તેવીજ પ્રજા. ઉપરનાં પ્રબલ પ્રમાણુવચનેાપરથી સિદ્ધ થાયછે કે દેશકાલને સારા અથવા નરસા બનાવવામાં રાજાથી માંડીને આપણે સર્વે પાતેજ મુખ્ય કારણભૂત થઈએ છીએ. એક સુભાષિતકાર લખે છે કે:
विद्यया विनयावाप्तिः सा चेदविनयावहा । किं कुर्मः कं प्रति ब्रूमो गरदायां स्वमातरि
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com