________________
એમ સર્વ કોઈ સ્વીકારી લેશે. આગગાડીમાં હાલમાં વટાળ મનાતો નથી ઇત્યાદિ અનિષ્ટ વિચાર પ્રસરાવી મનુષ્યને ભ્રષ્ટ બનાવવાની નિંદાપાત્ર પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આગગાડીમાં બેસી ઇન્દ્રિયોને નિગ્રહમાં નહિ રાખતાં દુર્વ્યસનને આધીન થઈ ઈરાની હેટેલોની ચા વિગેરે અપેયનું પાન તેમજ અભક્ષ્યનું ભક્ષણ આપણે પોતેજ બુદ્ધિપૂર્વક કરી લઈએ અને તેને મિયા આરોપ–“હાલમાં અંગ્રેજી રાજ્ય એજ મેરી આપત્તિ છે,” એમ લખી કાઢી હાલના દેશકાલ ઉપર મુકીએ, એના કરતાં બીજું શોકકારક શું હોઈ શકે? આ પુસ્તકના સુજ્ઞ વાચકવૃંદને એ પણ જણાવવાની આજ્ઞા લઉ છું કે હાલમાં પણ એવા અસંખ્ય સ્નાતક–આચારનિ પુરૂષો વિદ્યમાન છે કે જેઓ ટ્રેનમાં જલપાન સુદ્ધાંત કરતા નથી તો પછી અન્ય પેય અને ખાદ્ય પદાર્થોનું તે કહેવું જ શું???
વળી વર્તમાન સ્થિતિ એ મહાન આપત્કાલને પ્રસંગ છે, એમ સ્વતઃ માની લઈ અભક્ષ્યભક્ષણ આદિની પુષ્ટિમાં કે એક સાક્ષર નીચેનાં મનુસ્મૃતિના પ્રમાણે આપી લખે છે કે --
श्वमांसमिच्छमार्तोऽत्तुं धर्माधर्मविचक्षणः ।
प्राणानां परिरक्षार्थ वामदेवो न लिप्तवान् ॥
અર્થ –ધર્મને તથા અધર્મને જાણનારા વામદેવષિ સુધાથી પીડાવા લાગ્યા ત્યારે તેણે પ્રાણની રક્ષા કરવા માટે કુતરાનું માંસ ખાવાની ઈચ્છા કરી હતી, પરંતુ તેને પાપ લાગ્યું ન હતું.
क्षुधार्तश्चातुमभ्यागाद्विश्वामित्रः श्वजावनीम्
चंडालहस्तादादाय धर्माधर्मविचक्षणः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com