________________
(૪૨)
અર્થ તપાવેલા લેઢાપર પડેલા જલના બિંદુનું નામ તેમજ નીશાન પણ રહેતું નથી, તેજ જલનું બિંદુ જે કમલના પાંદડા પર પડયું હોય તે તે મોતીના આકાર જેવું દીપી રહે છે અને સ્વાતી નક્ષત્રમાં જે તેજ જલનું બિંદુ છીપમાં પડ્યું હોય તે તે બિંદુ મેતી બની જાય છે, માટે ઉત્તમ, મધ્યમ અને અધમ ગુણ સંસર્ગથીજ થાય છે.
અહિ જેમ અધમ તપાવેલા લોઢાના સ્પર્શમાત્રથીજ, જલના બિંદુનું નામનીશાન રહ્યું નહિ, તેમ અધમ ચાંડાલેના સ્પર્શથીજે આપણું પણ પરિણામે નામ નીશાન રહેવાનું નથી, અર્થાત કે વર્ણન શ્રમધર્મ નષ્ટપ્રાય થઈ જતાં. ધર્મપ્રાણ ભારતવર્ષ જગતના ઇતિહાસમાં માત્ર નામશેષ રહી જશે, કેમકે ધર્મને તિલાંજલિ આપી જે જે વિદેશી મહાન પ્રજાઓએ દેશન્નતિ માટે પ્રવૃત્તિ કરી છે, તે તે પ્રજાઓનું આ જગતમાં નામનીશાન રહ્યું નથી, એ અત્યંત વિચારણીય વિષય ઐતિહાસિક ગ્રંથેથી સર્વને સુવિદિત છે.
મહર્ષિ શ્રીમતુમહારાજ કહે છે કે -- विद्वद्भिः सेवितः सद्भिनित्यमद्वेषरागिभिः । हृदयेनाभ्यनुज्ञातो यो धर्मस्तं निबोधत।
અર્થ-વેદ તથા શાસ્ત્રને જાણનારા અને નિત્ય રાગથી રહિત. એવા ધર્મનિષ્ઠ પુછો જે ધર્મને પાળે છે અને અંતઃકરણથી જેને કલ્યાણનાં સાધન તરીકે સ્વીકાર કરે છે, તેનું નામ ધમ જાણવા અને તે ધર્મ તમે સાંભળે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com