________________
નિ સંબંધથી પુરૂષનું થાપ બીજામાં જાય છે. શ્રીપરાશરમુનિ પણ આ વિષયની પુષટ કરે છે –
आसनात् शयनाद्यानात् संभाषात सहभोजनात् । संक्रामंत हे पापानि तैलबिंदुारवांभसि ॥
અર્થ –એક આસન પર બેસવાથી, સાથે શયન કરવાથી, વાહનમાં સાથે બેસવાથી, ભાષણ કરવાથી અને સાથે ભોજન કરવાથી, જલમાં જેમ તેલનું બિંદુ સર્વત્ર પ્રસરી જાય છે, તેમ પાપ બીજામાં પ્રવેશ કરે છે; અર્થાત પાપી પુરૂષોના સમાગમમાં આવતાં તેમના શરીરનાં મલિન–પાપી પરમાણુઓ સત્વર બીજાના શરીરમાં ન દેખી શકાય તેવી રીતે પ્રવેશ કરે છે અને તેમની બુદ્ધિમાં દુષ્ટ વિચારે તથા વિકારે ઉત્પન્ન કરી તેમનું વર્તન પણ દુરાચારી બનાવી દે છે. આ વાત સત્ય છે કે અસત્ય છે, તેની દઢ પ્રતીતિ કરવા માટે કેઈએક મનુષ્ય વ્યભીચારી પુરૂષોના સમાગમમાં અમુક સમય પર્યત રહેવું અને તેમની ભાષણ આદિ અનેક ક્રિયાઓથી તે મનુષ્યના હૃદયમાં કામની દુષ્ટ વાસના અવશ્યમેવ પ્રદીપ્ત થશે, એમ તેને સ્વતઃ અનુભવપરથીજ જણાઈ આવશે. ઉત્તમ, મધ્યમ અને અધમ ગુણ સંસર્ગથીજ પ્રાપ્ત થાય છે, એના સંબંધમાં મહાત્મા શ્રીભતૃહરિએ લખ્યું છે કે –
संतप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते मुक्ताकारतया तदेव नलिनीपस्थितं राजते । स्वात्यां सागरशुक्तिमध्यपतितं तन्मौकिकं जायते
प्रायेणाधममध्यमोत्तमगुणः संसर्गतो जायते । Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com