________________
( ૫)
તલવારની ધારાઓ પડે, યમરાજા ભલે મારું મસ્તક લઈ જાય, પરંતુ મારી બુદ્ધિ ધર્મમાંથી લેશમાત્ર દૂર ન ખસ; આ ન્યાયે આપણા પૂર્વજોએ પિતાના અસંખ્ય અમૂલ્ય દેહની આહૂતિઓ આપી દીધી છે, કિંતુ કદાપિલે ઘર્મભ્રષ્ટ થયા જ નથી. એવા આપણું ધર્મનિષ પૂર્વજોનાં આપણે શુદ્ધ સંતાનેએ શાસ્ત્રવિહિત ધર્મની મર્યાદાઓનું લેશમાત્ર ઉલ્લંધન નહિ કરતાં, પવિત્ર ભારતભૂમિમાં ઉત્પન્ન થયેલ હિતૈષી વ્યકિતઓના હાથથી ધમને નાશ થવા દેવામાં મન, વાણી તથા કર્મથી પન્માત્ર સહાયતા નહિ આપતાં ધર્મનો થતો નાશ અટકાવવા સારૂ સત્વર કટિબદ્ધ થવું જોઈએ; કારણકે અધર્માચરણરૂપી અવિનયનો પ્રચાર કરનાર અને કરાવનારા ક્ષત્રિય રાજા મહારાજાઓની તેમજ તેમની સમગ્ર પ્રજાની કેવી ધોર દુદર્શા થઈ છે ? તે સંબંધમાં વેન, નહુષ, પિક્વનને પુત્ર સુદાસ, સુમુખ અને નિમિઆદિ રાજાઓનાં ચરિત, શ્રીમદ્ભાગવત તથા શ્રીમહાભારતઆદિ ગ્રંથમાંથી જરૂર સવિસ્તર વાંચી જવા હું આ પુસ્તકના સુજ્ઞ વાચકવૃંદને સવિનય વિજ્ઞપ્તિ કરૂં છું; આ વિષયના સમર્થનમાં શ્રીમતુમહારાજ લખે છે કે –
वेनो विनष्टोऽविनयानहुषश्चैव पार्थिवः ।
सुदाः पैजवनश्चैव सुमुखो निमिरेव च ॥ અર્થ –વેન, નહુષ, પિજવનને પુત્ર સુદાસ, સુમુખ અને નિમિઆદિ રાજાઓ અધર્માચરણરૂપી અવિનયથી પિતાની પ્રજા સહિત નાશ પામ્યા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com