________________
(૨૨)
બને સવર્ણજન્ય હોય તે પણ અધર્મજન્ય હોવાથી અન્યાન્ન છે તેમજ પંકિતમાં બેસવા લાયક નથી તેમજ હવ્ય કવ્યને નાશ કરનાર છે. એમ મનુભગવાન કહે છે. તેથી પુનર્જન અધર્મરૂપ છે અને તેથી ઉત્પન્ન થનાર પ્રજા પણ અધર્મરૂપ છે પણશુદ્ધ ધર્મ રૂપ નથી.
હિંદુ શિવાયની બીજી પ્રજાની પરણવાની રીતી જુદી હોવાથી ને જાતીમાં કદાચ સ્ત્રીઓને ફરીથી લગ્ન કરવામાં દોષ જાતે નહીં હોય, પરંતુ હિંદુઓને તે કન્યાદાન વિધિથી લગ્ન થાય છે તેથી દાનવિધિથી પરણેલ કોઈપણ સ્ત્રી ફરીથી લગ્ન કરી શકે નહીં એજ સનાતન ધર્મનું રહસ્ય છે અને તેથી જ આજ પર્યત કોઈપણ કિજ વર્ણની સ્ત્રી ફરીથી લગ્ન નહીં કરતાં વૈધવ્ય ધર્મ પાળીને પોતાની જીંદગી પૂર્ણ કરે છે અને તેમાંજ હિંદુ પ્રજાનું કલ્યાણ અને ગૌરવ સમાયું છે. એમ સર્વ ધર્મનિષ્ઠ પુરૂષોને સદ્દવિચારથી જણાયા વિના રહેશે નહી. કારણ કે આર્ય મહર્ષિઓ એમ માને છે કે સર્વથા વિષય વાસના ત્યાગ કરીને ઈશ્વર પરાયણ રહેવું એજ મનુષ્ય જન્મનું મુખ્ય કર્તવ્ય છે. માટે પશ્ચિમની વિષયભોગેકપ્રધાન પ્રજાનું અનુકરણ કરવું અથવા અન્ય અનાર્ય પ્રજાનું અનુકરણ કરવું એ આર્ય પ્રજાને યોગ્ય નથી એમ કહીને મારે લેખ સમાપ્ત કરું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com