________________
એમ વિદ્વાને એ જાણવું અને તે ઉપરથી એ પણ નિશ્ચય થાય છે કે વિવાહના મંત્રાવડે વિધિથી પરણેલી સ્ત્રી જ ભાર્યા મનાય છે. પણ વિધિ વિના માત્ર અનાર્યોની પેઠે પરણેલી સ્ત્રી ધર્મપત્ની નથી, અને તેનાં સંતાન પણ ધર્મી પ્રજા રૂપ નથી, તેમજ આ વચનથી એપણ સિદ્ધ થાય છે કે જ્યાં સુધી સુપ્તપદી થઈ નથી, ત્યાં સુધી તે સ્ત્રીમાં ભાર્યાપણું થતું નથી તેથી તે પહેલાં જે સ્ત્રી વિધવા થાય તેનું ફરીથી લગ્ન થઈ શકે છે પરંતુ સપ્તપદી થઈ રહ્યા પછી તેનું ભાર્યાપણું સિદ્ધ થએલું હોવાથી તેનું ફરી લગ્ન થઈ શકતું નથી તોપણ જે સ્ત્રી યાવતજીવ બ્રહ્મચર્ય પાળીને રહે છે તેને ઉત્તમ લકની ગતિ પ્રાપ્ત થાય છે, પણ કોઈપણ અગ્નિહોત્રાદિક ગૃહસ્થ ધર્મ નહીં આચરીને કેવળ વિષયસુખ માટે જ લગ્ન કરે છે તેઓને ઉત્તમ લેકની પ્રાપ્તિ થતી નથી.
વિષયવાસના તે પ્રાણીમાત્રને સ્વાભાવિક પ્રાપ્તજ છે તેનું જંદગી સુધી સેવન કરવું તે તે પશુઓની સમાન હોવાથી પશુધર્મ રૂપ છે માટે નિંદ્ય છે તે માટે તે વિષયવાસનાને ધીમે ધીમે અઢકાવવા માટે એ છ શ_ઓને વશ કરવા ઈચ્છતા હોય તેણે પ્રથમ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરીને સ્ત્રી પરણી તેને વશ કરવાને યત્ન કરે. જેમકે કિલ્લાને આશ્રય કરીને યુદ્ધ કરનાર રાજા પિતાના પ્રબળ શઓને પણ જીતી શકે છે. પણ શત્રુઓ નબળા પડે ત્યારે કિલ્લાને ત્યાગ કરી ડાહ્યા પુરૂષે વિચરવું. કહેવાનો મતલબ એ છે કે કામવાસના સ્વાભાવિક હોવાથી તેને એકદમ ત્યાગ કરવો સવ મનુષ્યોને અશક્ય છે એમ ધારી શાસ્ત્રકારોએ એક સ્ત્રી પરણી તેમાં યુક્તિથી કામવાસનાને ધીમે ધીમે ઓછી કરતાં જવી અને છેવટે તેને સમૂળગે ત્યાગ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com