________________
पति या नाभिचरति मनोवाग्देहसंयता। सा भर्तृ कमानोति सद्भिः साध्वीति चोच्यते ॥ म. अ. ५. श्लं १६५
પરપુરૂષનું સ્મરણ ન કરવું એનું નામ મનઃસંયમ, પિતાને પતિના ગુણો કરતાં પરના ગુણેનાં વખાણ ન કરવાં તેનું નામ વાકુ સંયમ અને પર પુરૂષને સ્પર્શ ન કરે તેનું નામ શરીરસંયમ. આ ત્રણ પ્રકારના સંયમ પાળી જે સ્ત્રી મન, વાણી અને કાયાથી પતિનીજ સેવા કર્યા કરે છે તે સ્ત્રી પતિના લેકમાં જાય છે અને સપુરૂષમાં તેને સાધ્વી એટલે પતિવ્રતા સ્ત્રી કહે છે.
अनेन नारी वृत्तेन मनोवाग्देहसंयता । इहाय्यां कीर्तिमानोति पतिलोकं परत्र च ॥ म. अ. ५. श्लो १६६
ઉપર પ્રમાણે મન, વાણી અને કાયાથી નિયમમાં રહેનારી જે સ્ત્રી સદાચાર પ્રમાણે વર્તે છે તે સ્ત્રી આ લેકમાં ઉત્તમ કીર્તિ મેળવે છે અને મરણ પછી પતિના લેકમાં જાય છે.
पाणिग्रहणिका मंत्राः कन्यास्वेव प्रतिष्ठिताः । नाकन्यासु क्वचिन्नृणां लुप्तधर्मक्रिया हि ताः॥ मनु. अ. ८. श्लो२२६
પાણી ગ્રહણ સંબંધી વૈદિક મંત્રો કન્યાઓને વિષે જ લાગુ પડે છે. પરંતુ અકન્યાને (પરણેલી) માટે લાગુ પડતા નથી, કારણ કે તેના કન્યાપણાના ધમને લેપ થયો છે.
पाणिग्रहणिका मंत्रा नियतं दारलक्षणम् । तेषां निष्ठा तु विझेया विद्वद्भिः शप्तमे पदे ।
પાણી ગ્રહણના મંત્રો કન્યામાં ભાર્થીપણું લાવવા માટે નિયમ કરનારા છે, તે મંત્રોની પરિપૂર્ણતા તે સપ્તપદી થયા પછી થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com