________________
(
૩ )
આ પ્રમાણે ઉપર દર્શાવેલ મહાત્મા મનુ ભગવાનને અમૃતસમાન ઉપદેશ ગ્રહણ કરી સનાતનધર્મના અદ્વિતીય છત્ર નીચે નિયુક્ત થયેલ સમસ્ત ચાતુવર્ણ પ્રજા પોતપોતાના વર્ણાશ્રમધર્મ પર આરૂઢ થઈ શાસ્ત્રવિહિત કર્મોનું સભ્ય આચરણ તથા શાસ્ત્રનિષિદ્ધ કમને સર્વથા પરિત્યાગ કરવાનો સત્વર આરંભ કરી દે, તે પ્રાચીન ઋષિમુનિઓના વૈદિક સમયમાં એક વખત પરમાત્માના પરિપૂર્ણ અનુગ્રહથી વિવિધ વૈભવભોગસંપન્ન આપણે આ ભારતવર્ષ તત્વજ્ઞાન, ગસામર્થ, તબલ,
ભક્તિ વૈરાગ્યાદિ મહાત્મ, અલૌકિક દિવ્ય પ્રભાવ, અગાધબુદ્ધિચાતુર્વ તેમજ વિવિધ કલાકૌશલ્યઆદિથી વિશ્વવિખ્યાતિને પામી ઉન્નતિના ઉચ્ચ શિખર પર પહોંચ્યો હતો, તે જ પ્રમાણે આજે પણ આપણી આ પરમપવિત્ર ભારતભૂમિ અનેક પ્રકારની ચાલી રહેલી દૈવી આપત્તિઓથી તથા દુર્દશાથી દૂર થઈ, ધર્મશાસ્ત્રની દૃષ્ટિએ વિવિધ પ્રકારની ઉન્નતિ, સંપૂર્ણ શાંતિ, અનિર્વચનીય સુખ તથા સંપત્તિને સંપૂર્ણ ઉપભોગ કરવા પરમ ભાગ્યશાળી બની શકે તેમ છે, એટલું જ નહિ પરંતુ કેઈપણ પ્રકારના આયાસવિના પરમકૃપાળુ પરમાત્માની સંપૂર્ણ કૃપાથી સ્વરાજ્ય પણ કરામવત જ પ્રાપ્ત થઈ શકે તેમ છે, એ અત્યંત મહત્વનો વિષય આ લેખના સુજ્ઞ વાચકવૃંદસમક્ષ નિ સંકોચપણે અત્યંત હર્ષ પૂર્વક નિવેદન કરૂં તે તે કોઈપણ રીતે અસ્થાને ગણાશે નહિં.
अपृष्ठोऽपि हितं ब्रूयाद्यस्य नेहेत्पराभवम् । एष एव सतां धर्मों विपरीतमतोऽन्यथा ॥ शुभं वा यदि वा द्वेष्यं प्रियं वा यदि वाप्रियम् ।
अपृष्ठोऽपि हितं वक्ष्येद्यस्य नेहेत्पराभवम् ॥
અર્થ જે પુરૂષને પરાભવ થતો જોવાની ઈચ્છા ન હોય, તેને પુછ્યાવિના પણ હિતકારક બાબત કહી દેવી; આ સંપુરૂષોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com