________________
(૩) શ્રીમદ્વિજયાનંદસૂરીશ્વરજી પ્રસિદ્ધ નામ શ્રી આત્મારામજી મહારાજે જે પૂજાઓ બનાવી તેઓને છોડીને બીજી લગભગ અઢારથી ઓગણીસ પૂજાઓ નવીન ઢબથી પ્રચલિત રાગોમાં બનાવી જેન સમાજની એક મેટામાં મેટી ખોટ પૂર્ણ કરી છે. એ પૂજાઓને પ્રચાર દરેક સ્થાનમાં અધિક થઈ રહ્યો છે. તેમાં પણ આ ત્રણ પૂજાઓને પ્રચાર તે અત્યધિક જોવા મળે છે. તેથી જ આ પ્રયત્ન ગુજરાતી ટાઈપમાં ગુજરાતી બંધુઓ માટે સભાની વિનંતિને ધ્યાનમાં લઈ કરવામાં આવ્યું છે. આને લાભ મુંબઈ કેટ જૈન મિત્ર સભાને જ ઘટે છે.
આચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરીશ્વરજી મહારાજે ચારિત્ર પૂજાના વક્તવ્યમાં પૂજાનું રહસ્ય, ભાષામાં પૂજાઓ રચવાને શે હેતુ? વિગેરે સાફ દર્શાવેલ હોવાથી જીજ્ઞાસુઓ ત્યાંથી જેવા વિચારવા કષ્ટ ઉઠાવે. અહીં આલેખવું અસ્થાનેજ ગણાય.
એટલું તે મારે ચોક્કસ અને ભારપૂર્વક કહેવું જ જોઈએ કે આ વીસમી સદીમાં નવીન રાગ રાગિણમાં પૂજાઓને પ્રથમ પ્રચાર જૈન સમાજમાં કોઈએ કર્યો હોય તે તે માત્ર એક જ શ્રી આત્મારામજી મહારાજ જ છે. અને ત્યાર પછી બીજે નંબર આચાર્ય શ્રી વિજય વલ્લભ સૂરીશ્વરજી મહારાજને છે. પંજાબ, મારવાડ, મેવાડ, દક્ષિણ, યુ. પી., સી. પી. અને બંગાલ દેશમાં આ પૂજાઓને પ્રચાર ઘણે જ અધિક જેવા મળે છે. એનું મુખ્ય કારણ એ જ છે કે એક્ત હિન્દી ભાષા, બીજું સુંદર મેહક રાગ રાગિણી સાથે શબ્દોની કોમળતા, મધુરતા અને અનુપ્રાસ વિગેરે ઉત્તમોત્તમ જેવામાં આવે છે. કેવળ कहीं की इंट कहीं का रोडा, भानुमतीने कुणबा जोडा पाणी Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com