________________
કહેવતને સાર્થક કરનારાઓ, અન્યની રચેલી પૂજાઓમાંથી પદના પદ ઉચાપત કરી જેમ તેમ ગાંઠ વાળી કવિ થનારા ઘણું જ જેવામાં આવે છે. અહીં સુધી કે આચાર્ય શ્રી વિજયવલ્લભ સૂરીશ્વર મહારાજની રચેલી પૂજાઓમાંથી કેટલાક નામી
એ પદના પદો ફેરવી એક બે શબ્દોને અદલબદલ કરી પૂજા બનાવનારાઓ કવિ કુલ કિરીટે જગતમાં અથડાયા કરે છે અને પિતાની ખોટી ભેંટ જમાવે છે. પોતાની મેળે પદવીના ટાઈટલ લેનારાઓ માટે સ્તયભાવ શું ને મહાવ્રત શું? અસ્તુ “આ જગ મીઠું પરલોક કેને દીઠું” ની માફક અહીં ગમે તેમ કરી લે પરંતુ પરકમાં પોપાબાઈનું રાજ્ય નથી એ ચોક્કસ ધ્યાનમાં રાખવું જરૂરી છે. પ્રભુ ભક્તિના બહાને અન્યના પદો ઉચાપત કરનારાઓ માટે કયું સ્થાન હશે તે તે સ્વયં વિચારી લે એજ વધુ એગ્ય છે.
આ પૂજાની પ્રસિદ્ધિ અર્થે રાધનપુર નિવાસી ધર્માત્મા શેઠ સકરચંદ મેતિલાલ મૂલજીએ એક ને એકની રકમ આપી છે તે બદ્દલ એમને ધન્યવાદ ઘટે છે.
આ પુસ્તક ઘણું જ કાળજીથી સુધાર્યું છે. છતાં ક્યાંએ દષ્ટિદેષથી કે પ્રેસ ષથી અશુદ્ધિ રહેવા પામી હેય તે સહુદય થઈ સુધારીને વાંચવા સુજ્ઞ બંધુઓને નમ્ર વિનંતિ કરી વિરમું છું.
અગાસી બંદર ૬-૧૨-૩૫ ) મન એકાદશી. શુક્રવાર. ૧૯૯૨ ? આ. સં. ૪૦. વી. સં. ૨૪૬૨)
ચરણુવિજય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com