________________
પૃથ્વીને ઇતિહાસ જળવાઈ રહી છે. પૃથ્વીના પડમાં જેમ નીચે ઉતરીએ છીએ તેમ ગરમી વધતી જાય છે. ૬૦ Yટ નીચે ઉતરતાં ૧ ડિગ્રી ફેરનહીટ). ગરમી વધે છે. જમીનમાં ઉંડા શાયડા (ખાડા) દવાથી માલમ પડયું છે કે ૬,૫૦૦ ફૂટ નીચે પાણી ઉકળે એટલી ગરમી છે. જમીનની સપાટીથી ૩૩ માઈલ નીચે એટલી ગરમી હોય છે કે ત્યાં પૃથ્વીના પડ ઉપરને કોઈપણ પાષાણ પીગળી જાય છે. એ જગ્યાની ઉષ્ણતા ૧,૬૧૦ ડીગ્રી (સેન્ટીગ્રેડ) છે. ૬૨ માઈલ નીચે ૩,૦૦૦ ડીગ્રી ગરમી હોય છે. એ જગ્યાએ ટંગસ્ટન જેવી એક બે ધાતુ બાદ કરતાં સર્વ ધાતુ પ્રવાહી બની જાય.
આખી પૃથ્વીની ઘનતા ૫-૫ છે જ્યારે ઉપરના પડની ઘનતા ૨૪ જેટલી છે. એટલે જેમ ઉડે જઈએ તેમ વધુ ઘનતા હોવી જોઈએ. આ ઘનતા વધારે હોવાનાં બે કારણ હોઈ શકે. એક તો એ કે ભીતરમાં ભારી પદાર્થો વધુ પ્રમાણમાં હોય, અગર તે સપાટીના જેવા જ પદાર્થો ઉપરના પડના દબાણને લીધે ઘણું જ ઘન થઈ ગયા હોય. આમ છતાં એટલું તો ચોક્કસ છે કે
અંદરના ભાગમાં ચુંબકત્વ વિશેષ છે. જવાળામુખીના લાવામાં પણ એ બાબત પ્રતિપાદન થાય છે. એટલે અંદર લેખંડનું પ્રમાણ વધારે હેવાને સંભવ છે.
જપૃથ્વીના ભીતરની સ્થિતિ વિષે અનેક મત પ્રતિપાદન થયા છે, છતાં એ સર્વમાં ખાસ ત્રણ નોંધવા લાયક છે: (૧) એક મત પ્રમાણે એમ માનવામાં આવે છે કે પૃથ્વીને અંદરનો ભાગ તદ્દન પીગળેલો છે. (૨) બીજી માન્યતા એમ છે કે પૃથ્વી તદ્દન ઘદ્ર છે. (૩) ત્રીજો મત એ છે કે પૃથ્વી ઘણીખરી ઘન સ્થિતિમાં જ છે, પરંતુ ઉપરના પડની નીચે એક ઉષ્ણ પ્રવાહી પડે આવી રહેલું છે. આ ત્રણેમાં પ્રથમ મત વધુ આધારભૂત ગણાય છે. એટલે ખાસ કરીને એના સિદ્ધાંત કંઈક સમજવા જોઈએ. અંદર પ્રવાહી અગર વાયુરૂપે સર્વ પદાર્થો હશે એમ માનવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com