________________
પૃથ્વીનાં મુખ્ય અંગ છે,
- સયંમાંથી છૂટી પડેલી પૃથ્વી પ્રથમ અત્યંત ઉષ્ણ હતી.' વખત જતાં એ ઉષ્ણતા અવકાશમાં પથરાઈ ગઈ અને ઉપરનું પડ ઠંડુ પડતું ગયું. ઉષ્ણ અવસ્થામાં પૃથ્વીના તને હલકે વિભાગ સપાટી ઉપર આવી રહ્યો અને છેક બહાર હાઇડ્રોજન
ઓક્ષિજન વગેરે વાયુ હતા. કાળ જતાં એ વાયુનું રાસાયણિક સંયોજન થઈ પાણીનાં વાદળાં ઉત્પન્ન થયાં. પૃથ્વીની સપાટી એ વખતે હજી ઘણી ગરમ હોવાથી પૃથ્વી ચારે બાજુ વાયુ અને પાણીનાં વાદળાથી વિંટળાઈ રહી હતી. આ સ્થિતિ પણ ઘણું લાંબા કાળ સુધી ચાલી હશે, પરંતુ છેવટે ઉપરનું પડ એટલું ઠંડુ પડી ગયું કે વાદળે ઠરીને તેમાંથી પાણી ભૂમિ ઉપર ઉતર્યું. એ વખતે કદાચ પૃથ્વીની સપાટી ઉંચાનીચા ટેકરા વગરની એક સરખી સપાટ ક્ષિતિજ સમસૂત્ર (સમતળ) હોય એમ બને, પરંતુ એમ માનવાને ખાસ પુરાવા મળતા નથી. પૃથ્વી જેવડો મહાન ગોળો ઠંડે પડે એ વખતે એની સપાટીમાં કેટલીયે જાતની અનિયમિતતા આવે એ સંભવિત છે; એટલે સમુદ્ર આખી પૃથ્વીની સપાટી ઉપર ન જ પ્રસરી રહ્યો હોય. બહારનું હવામાન એ વખતે ઘણું ઘટ્ટ અને વિસ્તિણું હશે અને તે વખતના જુદા જુદા વાયુનાં પ્રમાણ અને અત્યારના પ્રમાણમાં ઘણો ફેર હશે, એમ ધારવામાં આવે છે.
ઉપરનું પડ ઠંડું થયું, પરંતુ ભીતરમાં તે ગરમ પદાર્થો પ્રવર્તી રહ્યા હતા. અત્યારે પણ ભીતર અત્યંત ઉષ્ણ પદાર્થથી ભરેલું છે, એમ માલમ પડે છે. ઉપરનું ઠંડું પડ બહુ જ ઓછી જાડાઈનું છે. ઉપરના ઘન પડને લીધે ભીતરની ગરમી હવે બહાર આવતી ઓછી થઈ છે, કારણ કે પૃથ્વીના જમીનના પડનું ઉષ્ણતાવાહકપણું ઘણું જ ઓછું છે. આ જ કારણથી અત્યાર સુધી ભીતરની ગરમી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com