________________
પૃથ્વીનું વય કાઈને આશ્ચર્ય થાય કે આટલા વિશાળ ગાળામાં કરેલા આશરાને અર્થ છે? પરંતુ જ્યારે પૃથ્વીની ઉમ્મર વિશ્વના અસ્તિત્વ સાથે સરખાવવામાં આવે ત્યારે એ આશરે ઘણું સારે લેખી શકાય છે. વિશ્વની ઉમ્મર આશરે ૧,૦૦,૦૦૦ કરોડ વર્ષની ગણાય છે ત્યાં ૧૦૦થી ૫૦૦ કરોડનો આશરો ઘણો જ સારો ગણી શકાય. આથી એમ કહેવાનો આશય નથી કે ભવિષ્યમાં વધુ નિશ્ચિત રીતે પૃથ્વીની ઉમ્મર ન કલ્પી શકાય.
પૃથ્વીની ઉમ્મરના પ્રમાણમાં મનુષ્યના જીવનને, એના સંસ્કૃતિકાળને, એના ઈતિહાસને અને એનાં મહારાજને સમય મહાસાગરના પાણીના એક બિન્દુ સમાન જ ગણી શકાય. પૃથ્વીના સમગ્ર જીવનમાં માનવજાતને અસ્તિત્વકાળ પણ એટલું જ નાને સમય ભગવશે એમ લાગે છે. પૃથ્વીનું ઉષ્ણ જીવન અને શીત જીવન પણ એટલું લાંબું ગણાય છે કે તેમને પ્રાણજીવનને મધ્યકાળ એક પળ સમાન જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com