________________
ભાવાર્થ-હવે ચતુર પુરૂષ ઉપાય બતાવે છે કે પ્રીતિ કહેતાં રાગ અનંત પરથકી એટલે પુદ્ગલ ભાવથી અથવા શરીરી જીવથી તે સર્વ જે જીવ તડે-ટાળે, તે અગુણી અરિહંતાદિથી પ્રીતિ જોડે, એટલે કે સર્વ પર ભાવથી રાગ તજે, ને ગુણી રાગ કરી શકે. ત્યાં કોઈ પૂછે જે ગુણી અરિહંતાદિથી ગુણ મળે, પણ રાગ તે પાપસ્થાન છે તે શા માટે કરવો? ત્યાં કહે છે જે પરમપુરૂષ વીતરાગથી વાગતારાગીગણું તે પણ ગુણનુ ઘર કહ્યું છે, અને શ્રી અરિહંતાદિ થકી ગુણ એવધ્યાને મળવું તે ગુણનું ગેહ માન્યું છે, માટે પ્રથમ એ શ્રી અરિહંત ઉપર રાગ કરે, તેહીજ વીતરાગનું કારણ છે. પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો પ્રગટે, ગુણ રાસ, દેવચંદ્રની સેવા આપે, મુજ હે અવિચળ સુખવાસ-હષભ,
ભાવાર્થ એ રીતે પ્રભુજીને અવલંબતાં-આશ્રયતાં નિજ-પતાની પ્રભુતા અનંત ગુણ પર્યાય રૂપે પ્રગટે, નિરાવરણ થાય, ગુણની રાશી-સમૂહ વ્યક્ત થાય, તે માટે દેવ જે ચાર નિકાયના દેવતા અથવા નરદેવાદિમાંહિ ચંદ્રમા સમાન શ્રી અરિહંત દેવ, તેમની સેવા ભકિત દ્રવ્યથી તથા ભાવથી કરવી, તે આપેદે મને અવિચળ અવ્યાબાધ સુખ તેને વાસ અથત રહેવું, ભાવાર્થ એ કે શ્રી પરમાત્મા પરમ પુરૂષોત્તમની એ સેવના, અસંયમ-આશ્રવત્યાગ તથા સંયમ સંવરરૂપ પરિણમન કહીએ. ત્યાં અરિહંત પ્રભુ પોતે તો પિતાની સેવાનો અર્થ નથી પણ સર્વ જીવોએ સ્વહિત કરવા માટે
તે કરવાની છે. અરિહંતની કેાઈને આજ્ઞા હુકમ મનાવાની નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com