________________
૧૧૫ છે, બાહ્ય ભાન માત્ર ભૂલી જાય છે. તેને નથી રહેતું ભૂખનું ભાન, નથી રહેતું નિદ્રાનું ભાન, નથી રહેતું દેહ કે તેના વ્યવહારનું ભાન, નથી રહેતું પીડાનું ભાન; તેમજ શસ્ત્રથી તેને વિધે તો પણ પીડા નહિ અનુભવે, પુષ્પથી પૂજે આફ્લાદ પણ નહિ અનુભવે, સર્પો આવી શરીરને દંશ દે, શૃંગાલ, ગીધ, વાયસો, માંસાહારી પશુઓ દેહની ગમે તે દુરસ્થિતિ કરે; એની, એ મેક્ષાભિલાષી કાંઈજ પૃચ્છા નહિ કરે. મુકિતના ઉપાસક–પિપાસુની સ્થિતિને બતાવનારું નિચેનું પદ નિહાળીએ:
ગઝલ, નહિ પરવા કશાની, જેહની એક્ષે બની પ્રીતિ; ન લેખે એ કશાને, છે સ્વરૂપાનંદમાં પ્રીતિ. નહિ સંસારની પરવા નહિ ઘર દારની પરવા; નહિ પરિવારની પરવા, તજી દે સર્વની પ્રીતિ, મુમુક્ષુ મુકિત સંગે, તાન લાગ્યું સર્વને ત્યાગે; નકામી મહામાયામાં, નહિ ઘાલે પછી પ્રીતિ. તનક ના દેહની દરકાર, તજે કે ભલે તાડે; બીજાએ મત મુકિતને, તજે ના મેક્ષથી પ્રીતિ. ભલે કો પુષ્પ લઈ પૂજે, ભલે કે શૂળથી વીંધે; ન એથી દુખ કે આનંદ, સહજાનંદમાં પ્રીતિ ક્યાંથી બાહ્ય વ્યવહાર, તણું વર્તાય એને ભાન;
બનાવી ધ્યાન જ્યાં બેઠો, લગાવી દયેયમાં પ્રીતિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com