SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્નોત્તરરત્નમાળા ઃઃ ૬૪ : : છે એટલે જેમ જેમ ધનાદિક ચેગે અગ્નિ પ્રબળ થતા જાય છે તેમ તેમ તેની જ્વાળા પ્રખર પરિતાપકારી થતી જાય છે. એવી જ રીતે લેાભી માણસને જેમ જેમ લાભ મળતા જાય છે તેમ તેમ લેાભાંધતા વધીને તેની તૃષ્ણાને અમર્યાદિત બનાવે છે અને તે લેાભાવિષ્ટને કેવળ દુ:ખી દુ:ખી કરી મૂકે છે. આવા અનંત અપાર દુઃખ દાવાનળના સતત પરિતાપથી ખચવાને જેની પ્રબળ ઇચ્છા હોય તેણે લેાભાંધતા મૂકી તૃષ્ણાને સંકુચિત ( મર્યા(દત ) કરી સંતાયવૃત્તિ સેવવા અભ્યાસ કરવા એ જ ઉચિત છે. ૮૫. થયા પુરુષ જે વિષયાતીત, તે જગમાંહે પરમ અભીત—જેમણે સતાષવૃત્તિ ધારીને અભ્યા સયેાગે અનુક્રમે વિષયવાસનાને જ નિર્મૂળ કરી છે તેમને જગતમાં કઇ પશુ ભય રહેતા નથી. જેમણે રાગદ્વેષાદિક વિકાર માત્રને વિનાશ કર્યો છે.તેમને વિષયવાસના હોતી જ નથી એટલે તે જીવનમુક્ત છે, તેથી તેમને પુનર્જન્મ લેવા પડતા જ નથી. છેવટે આ નશ્વર દેહને અહીં જ તજી દેહાતીત થઇ, અક્ષય, અનંત અને અવિચળ એવા મેાક્ષસુખને પામે છે. એટલે જન્મ, જરા અને મરણુ સબધી સર્વ ભયથી સથા મુક્ત થાય છે. જ્યાંસુધી જીવમાં રાગદ્વેષાદ્રિક વિકારાને વશ થઈને વિષયવાસના જાગે છે ત્યાંસુધી તેને જન્મ, જરા, મરણ સંબંધી ભય માથે ઝઝૂમી રહે છે ત્યારે વિષયાતીતને કાઇ પણ જાતના ભ્રય રહેતા જ નથી, એમ સમજી પ્રાજ્ઞ જનેાએ મન અને ઇંદ્રિયાને જ્ઞાની પુરુષાના વચનાનુસારે દમી, શુધ્ધ સયમ પાળી, વિષયાતીત નિર્ભયપદ્યને પ્રાપ્ત કરવા માટે વિષયવાસના ટાળવા પ્રતિદિન ઉદ્યમ કરવા ઉચિત છે. - ૮૬. ભરણુ સંમાન ભય નહિ ફાઇ—જગતના વેાના મનમાં જે માટામાં માટે ભય કાયમ નિવાસ કરી રહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035213
Book TitlePrashnottarmala
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherVardhaman Satya Niti Harshsuri Jain Granthmala
Publication Year1940
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy