________________
: ૩ :
પ્રશ્નોત્તરરત્નમાળા
સાથે ચિદાનંદ બહેાંતેરી અનેક અધ્યાત્મરસિક જતા મુક1 કડથી ગાય છે. વિશેષમાં ચિદાનંદજીતી કૃતિમાં શબ્દરચના એવી તા સાદી છે કે તે ગાવી ખાળ જીવેને પણ બહુ સુલભ થઈ પડે છે. તે કૃતિમાંની ‘પ્રશ્નાત્તરરત્નમાળા’ પણ એક છે. મૂળ ગ્રંથ લઘુ છતાં તેમાં અર્થગૌરવ એટલુ બધું છે કે તેમાંનાં એક એક પ્રશ્નના ઉત્તર માટે એક એક સ્વતંત્ર ગ્રંથની ચેાજના સમર્થ વિદ્વાન કરી શકે. મારી જેવા મક્રમતિથી તેમ બનવું અશકય છે, પણુ તેનું સહુજ સ્પષ્ટીકરણ કરવા માટે યથામતિ ઉદ્યમ કર્યા છે. તેમાંથી સારમાત્ર ગ્રહણ કરી ભવ્ય આ સ્વપરહિતમાં વૃદ્ધિ કરે એ જ મહાકાંક્ષા અને એ જ કન્યરૂપ સમજી પ્રસ્તુત પ્રસ્તાવના સમાપ્ત કરું છું.
ચિદાન દૈપદ રસિક કપૂરવિજયજી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com