________________
પ્રશ્નપ્રદી૫
જ્યાં સુધી કેવળજ્ઞાન નથી થયું, ત્યાં સુધી આત્મામાં પાપનો અંશ છે, અને તેને કારણે તેવા પાપના પ્રસંગેભલે હળવા-ભારે હોય, પણ પાપ નથી થવાનું તેમ તે ન જ કહી શકાય. નિરંતર બંધાતા તેવા કર્મોના ક્ષય માટે જેટલા વધારે પ્રતિકમણ–આચના વગેરે થાય, તેટલી વધારે વિશુધ્ધિની ભાવના પ્રબલ થાય છે. સુંદર અક્ષર શીખનારે જેમ વારંવાર અરો ભૂસી ભૂંસીને પણ નવા લખવા તે અંતે સહજ પ્રયને આકર્ષક અક્ષરે લખી શકે છે, તેમ વારંવાર મિચ્છામિ દુકકડની ટેવ પાડનાર, લાંબા અને અંતે એક દિવસ સુંદર અક્ષર સમાન શુદ્ધ અવસ્થાને પામી જાય છે. કેઈ પણ એક વાતને દઢ કરવા માટે જેમ તેને વારંવાર વિચારવું પડે છે, તેમ શુદ્ધ સ્વરૂપને મેળવી દેનાર પ્રતિકમણની વારંવારની કિયાને વારંવાર કરવા પડે છે, તેથી તે પ્રપંચ કદી પણ ન કહી શકાય. ૩
પ્રશ્ન ૨૬ – દરજ પાપ કરવું અને દરરોજ પ્રતિક્રમણ કરી આચના કરવી તે શું એક પ્રપંચ નથી ?
ઉત્તરઃ દરરોજ જંગલ જઈએ છીએ, ત્યારે સ્વચ્છ થવા માટે હાથ બગાડીએ છીએ અને સારું કરીએ છીએ, તે એક વખત ધોયા પછી બીજી વાર શા માટે બગાડવા? આરેગ્ય સાચવવા માટે રેજ બગાડવું પડે અને રોજ દેવું પડે, તેમ છતાં સવને પણ એ વિચાર કરી નથી આવતે કે હાથ વગેરે બગડ્યાં તે સારું થયું.
જયાં સુધી આહાર છે, ત્યાં સુધી નિહાર (મળ) પણ છે, તે થયેલાં નિહારને સ્વચ્છ કરવા માટે સાફ કરવાની ક્રિયા પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com