________________
પ્રશ્નપ્રદીપ
છીએ, તેનામાં રહેલ ગુણને પામવાનો પ્રયત્ન કરે નમસ્કારની પ્રવૃત્તિ એ નમન ઝીલનાર તથા નમન કરનાર વચ્ચે પુલ સમાન પ્રવૃત્તિ ગણાય. પુલને આધારે જેમ ઊંડી નદી ઓળંગીને સજ રીતે સમીપ થવાય, તેમ નમસ્કાર સ્વરૂપી પુલને સહારે નમન એગ્યના ગુણને પામી શકાય છે. જે માત્ર સભ્યતાની દ્રષ્ટિથી જ નમન કરવાનું જિન–શાસનમાં હોય તે તેને અર્થ માત્ર વ્યવહાર સાચવવા પૂરતું ગણાય. અને આ પ્રમાણે જે કરીએ તે નમન ઝીલનાર અને નમન કરનાર વચ્ચે પુલ થવાને બદલે દીવાલ બની જવાનો ભય રહે. ૧
(૧) એ પ્રાપ્તિનું પ્રથમ ચરણ-સાવધાની
પ્રશ્ન ૨ – જગતભરનાં સર્વ ઉત્તમ કાર્યોમાં જ વધારે વિઘ કેમ આવે છે?
ઉત્તર :- ચીંથરેહાલ રખડતા દેવાદાર સામે કઈ ઉઘરાણી કરવા જતા નથી, પરંતુ તે જ્યારે બે પૈસા કમાય એટલે લેણદારે તેનું આંગણું ઘસી નાખે. આત્મા શ્રેયને માર્ગે ચડે, અને તેમાં આગળ વધવાનો પ્રયાસ કરે એટલે કર્મરાજા આડા આવે. ૨ - પ્રશ્ન ૩ - વિશ્વની પરંપરા કયારથી ઊભી થવાનો સંભવ છે?
ઉત્તર - જ્યારે ઉપર ચડવાના પ્રયત્નને પ્રારંભ થાય એટલે તુરત વિશ્વ પિતાની દષ્ટિ તીવ્ર બનાવે, જેમ પડવાના વિશ્વને પ્રારંભ ઉપર ચડ્યા પછી જ થાય છે, તેમ એકેન્દ્રિય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com