________________
: ૩૪ :
તપવન–સાસૂનાં ચરણકમલની સેવામાં હંસલી સમી બનજે. ચકવતની પત્ની હોવા માટે ગર્વ કદી કરીશ નહિ. सापत्नान्यप्यपत्यानि पत्युमन्यस्व सर्वदा । स्तनन्धयानिव निजान् कुर्याश्च स्वांकतल्पगान् ॥२७७॥
–પતિનાં સપત્નીપ્રસૂત સન્તાનને પિતાના સ્તનપાયી બાળકે જેવાં માનજે; અને તારા ખેાળાને એમની શય્યા બનાવજે. आपीय कर्णाञ्जलिभिरिति शिक्षावचासुधाम् । नत्वाऽऽप्रपच्छे जननी स्वपत्युश्चानुचर्यभूत् ॥२७८ ॥
–આ પ્રમાણે કર્ણ જલિથી શિખામણરૂપ સુધાનું પાન કરીને પદ્માએ માતાની પાસેથી પ્રણામપૂર્વક વિદાયગિરી લીધી, અને પિતાના પતિની અનુચરી બની.
+ + + ઉપસંહાર
એક દિવસે સત્સંગના સુયોગે રાજા સુવર્ણબાહુની દૃષ્ટિ જાગરિત થાય છે. ભેગવાસના અને મેહપ્રપંચની સાચી પ્રકૃતિનું એ રાજાને સ્મરણ થાય છે. એ એને તત્ત્વતઃ દુઃખરૂપ સમજાય છે. એના વળગાડને લીધે જ પ્રાણુ અનેકનિરૂપ ભવચક્રમાં ભ્રમણ કરે છે અને દુઃખના પાશમાં બંધાયેલો રહે છે એ બાબતનું એ નરપતિને ભાન થાય છે. એને પ્રતીત થાય છે કે તૃણાની તૃપ્તિ કરતાં અતૃપ્ત ઈચ્છાઓ વધુ બલવાનું બને છે અને એને સન્તા૫પૂર્ણ ઝંઝાવાત કરવાને બદલે વધુ ને વધુ ઉગ્ર બન્યું જાય છે. એટલે મેહની ઝાકળ ઊડે નહિ ત્યાં સુધી દુઃખને યેગ ખસી શકે તેમ નથી એમ એને સચોટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com