________________
અંધકાર : ૧:
(૧૩) પામી મુનિ બારમા દેવલોકમાં ( બાવીશ સાગરોપમ આયુષ્યવાળે ) દેવ થાય છે. મુનિને કરડનાર એ સર્ષ પાંચમી નરકભૂમિમાં ઉત્પન્ન થાય છે. બારમા દેવલોકનો સ્વર્ગવૈભવ ભેગવીને મરુભૂતિ-જીવ ( “કિરણગમુનિનો આત્મા) “મહાવિદેહ ક્ષેત્રમાં “વજવીર્ય ' નરપતિને “વજનાભ” નામા પુત્ર થાય છે. વજાનાભ રાજ્યલક્ષમી ભેગવી પિતાના પુત્ર “ચકાયુધ”ને રાજ્યસન પર સ્થાપિત કરી ચારિત્રને ગ્રહણ કરે છે. ચારિત્રશાલી મહાત્મા વજાનાભ વિહરતા વિહરતા એક મટી અટવીમાં આવે છે, અને “વલનાદ્રિ પર્વત ઉપર ધ્યાનમાં સ્થિર થાય છે. કમઠ-જીવ ( “કિરણગમુનિને કરડનાર સર્પને જીવ) પાંચમી નરકભૂમિમાંથી નીકળી આ અટવીમાં આ ( જ્વલનાદ્રિ) પર્વત ઉપર “કુરંગક” નામા ભિલ થાય છે. મુનિ વાનાભ એ પર્વત ઉપર રાત્રિવાસ રહી પ્રભાતકાલે ત્યાંથી રવાના થાય છે તે વખતે એ ભિલ્લ એમને સામે મળે છે. મુનિને જોઈ પૂર્વજન્મના વૈરાનુબંધથી ભિલને કેધ ચઢે છે અને સુતીક્ષણ બાણપ્રહારથી મુનિને ખતમ કરી નાંખે છે. શુકલ ભાવનાના તેજસ્વી આલક સાથે શરીરને છેડતા મુનિ “ચૈવેયક” નામા મહાન દેવલેકમાં ઉત્પન્ન થાય છે. અને મુનિઘાતી ભિલ્લ સાતમી નરકભૂમિમાં “રૌરવ” નામા સ્થાને ઉત્પન્ન થાય છે. વજનાભ મુનિને જીવ દેવલેકમાંથી નીકળી “મહાવિદેહ ક્ષેત્રમાં મહારાજા “વાબાહુને “સુવર્ણબાહ” નામા પુત્ર થાય છે. સુવર્ણબાહુ ચક્રવતી થઈ સમગ્ર ભરતક્ષેત્રને શાસ્તા બને છે. એકદા એ સમ્રાટને પારમર્ષ પ્રવચન સાંભળવાને સુગ મળે છે, જેના પરિણામે એ મહાનુભાવને ગંભીર વૈરાગ્ય પ્રાપ્ત થાય છે, અને પોતાના પુત્રને રાજ્યાસન પર બેસાડી ચારિત્રને ગ્રહણ કરે છે. મહર્ષિ સુવર્ણબાહુ કઈ મહાટવીમાં ધ્યાનસ્થ સ્થિર થાય છે. તે વખતે એક સિંહ, જે ઉપર્યુક્ત મુનિઘાતક ભિલને જીવ છે, એ મહર્ષિ ઉપર ઝપટે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com