________________
અધિકાર : ૧
(૧૧) શુભ સંવેદન ઉદ્ભવે છે, એને કલ્યાણભિમુખી શક્તિ પ્રાપ્ત થાય છે, સ્વાસ્થીભૂત એ આત્માને જાતિસ્મરણ” પ્રકટે છે. મુનિ ફરી એને ધર્મોપદેશ કરે છે. ઉપશાન્ત ગજરાજ એ ઉપદેશને પિતાની શુંઢની સંજ્ઞાથી સત્કારે છે, સ્વીકારે છે. ગજરાજની સાથે સાથે વરુણને જીવ-હાથણી પણ મુનિના ઉપદેશથી પ્રભાવિત થઈ “ જાતિસ્મરણ અને પામે છે. પછી બધા પિત. પોતાને રસ્તે પડે છે.
એક દિવસ ભાવિતાત્મા ચારિત્રવાન્ એ હાથી તળાવમાં પાણી પી રહ્યો છે, એટલામાં કેઈ સર્પ ( કુકકુટ-સર્પ ) એને એના કુંભસ્થલે કરડે છે, અને એનું મૃત્યુ થાય છે. સમાહિત ચિત્ત મૃત્યુ પામી હાથી આઠમા (“સહસ્ત્રાર”) દેવલોકમાં દેવ થાય છે. વરુણ-હાથણી પણ શુભ મૃત્યુથી મરી બીજા ( “ઈશાન”) દેવલોકમાં દેવી થાય છે. એ દેવીને એ દેવ પિતાની પાસે બેલાવી લે છે. પૂર્વાભામિન્વો દિ
કમઠ તાપસે તાપસી દીક્ષા લઈ એને લાભ ન લેતાં પિતાનું જીવન અશુભ વૃત્તિમાં પૂરું કર્યું અને એના પરિણામે મરીને એ સાપ થયે. એ જ સાપ પોતાના પૂર્વભવના વૈરાનુબધે પિતાના પૂર્વભવના સહોદરના જીવ હાથીને કરડ્યો. સાપ મરીને પોતાની દુષ્ટતાના પ્રભાવે પાંચમી નરકભૂમિમાં ( સત્તર સાગરેપમના આયુષ્યવાળે ) નારક થશે. એકનાં પુણ્યાચરણ એને ઊંચે ચઢાવે છે અને બીજાનાં પાપચરણ એને અધોગતિમાં પટકે છે. અથડામણમાં આવી પડેલ બે વ્યક્તિએમાં જે સાધુચરિત રહે છે તે પોતાને-પોતાના આત્માને ઉચ્ચગામી બનાવે છે, જ્યારે અન્ય દૌરાભ્યને સેવી પોતાની દુર્ગતિ કરે છે. મરુભૂતિને જીવ એક જીવ છે અને કમઠને
જીવ એક જીવ છે. છે તે બન્ને આત્મતવ, પણ એક છે સુકલShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com