________________
આચાર્યે ઘણું સમજાવ્યું, પરંતુ તે ન માનતાં, શિવભૂતિ મુનિ ભારે કર્મોદયના કારણથી નગ્ન થઈ, બહાર ઉદ્યાનમાં સ્થિતિ કરી રહ્યા. હવે એક દિવસ શિવભૂતિની બહેન કે જે સાધ્વી હતી, તે શિવભૂતિને વંદણા કરવા ગઇ. ત્યાં આગળ શિવભૂતિને નાગા દેખી પિતે પણ નગ્ન થઈ વિચારવા લાગી.
કેઈ એક દિવસે ભિક્ષાને માટે તે શહેરમાં આવી, હારે એક વેશ્યાએ હેને નગ્ન દેખીને વિચાર કર્યો કે –“જે સ્ત્રીઓ નગ્ન ફરવા લાગી તે લેકે અમારાથી વિરકત થઈ જશે ” અત એવ હેણે એક સાડી તે સાધવીના શરીર ઉપર નાખી, જહારે શિવભૂતિએ સાધ્વી પાસે વસ્ત્ર દેખ્યું, હારે હેમણે કહ્યું કે
આ વસ્ત્ર તું ત્યારી પાસે રાખ, કેમકે તે હને દેવતાએ અર્પણ કર્યું છે. ત્યાર બાદ શિવભૂતિએ કોડિન્ય અને કોઇ વીર નામના બે શિષે કર્યા. કાલાન્તરે પરંપરા વધી અને એક નવુંજ મિથ્યાદર્શન ઉત્પન્ન થયું.”
જમ્હારે આ બધી વાતને આકાશ કુસુમવત્ કરી નાખી દિગમ્બરે અત્યારે એમ કહેવા માગે છે કે-“ આ જે તા
મ્બર દર્શન છે, તે તે વિકમ રાજાના મૃત્યુ બાદ ૧૩૬ વર્ષ પછી સારાષ્ટ્ર દેશમાં આવેલા વલ્લભીપુર નગરમાં શ્રીજીનચંદ્ર નામના સાધુએ ચલાવ્યું છે. ”
હવે આ બેમાં શું સત્ય છે? હેને, પાશ્ચાત્ય વિદ્વાનોએ કરેલી શેધાળને તેમજ યુક્તિઓ વિગેરેને અનુસરી વિચાર ચલાવીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com