________________
, વિરજી
લેવું ઉચિત નથી. હમે શા માટે તે વસ્ત્ર ગ્રહણ કર્યું? એમ કહીને તે રકબળના આચાર્ય ક ડ કરી નાખી, સાધુઓને માટે એઘા (રજોહરણ) નાં નિશિથીયાં કરી નાખ્યાં. આથી શિવ મૂનિ એ ગુરૂની સાથે કલેશ કર્યો. હવે કોઈ એક દિવસે આચાર્ય જિનકલ્પી સાધુઓને આચાર વર્ણવી રહ્યા હતા, તે સમયે શિવમૂતિ મુનિએ કહ્યું કે–હારે એમ છે, તે પછી આપ શા માટે આટલી ઉપાધી શખે છે? આચાર્યશ્રીએ કહ્યું કે આ કાળમાં જિનકલ્પીની સમાચારી રહી નથી, કેમકે જંબૂસ્વામીના મોક્ષ ગયા બાદ જિનકલ્પ વિચછેદ થઈ ગયું છે.
હારે શિવભૂતિએ કહ્યું કે-“આપ એમ શા માટે કહે છે, જુઓ હું તે પ્રમાણે પાળી બતાવું, કેમકે તીર્થકરે પણ અચેલકજ હતા. અત એવ વસ્ત્રરહિતપણું જ સર્વથા શ્રેષ્ઠ છે.” ત્યારે આચાર્યે કહ્યું કે-જહેવી રીતે વસ્ત્રાદિ પરિગ્રહના સદ્ભાવમાં કપાય, મૂચ્છ આદિ દેશે સ્વીકારે છે, હેવી રીતે શરીરના સર્ભાવમાં પણ કષાયાદિ દેષ કેમ નથી સ્વીકારતા? અને જે સ્વીકારતા છે તે શરીરને પણ ત્યાગ કરવો જોઈએ. પરંતુ આ પ્રમાણે માનવું સર્વથા ભૂલભરેલું છે. કેમકે સૂત્રમાં મુનિને “અપરિગ્રપણું ” જે બતાવેલ છે, તે ધર્માપકરણમાં પણ મૂચ્છ ન કરવી તે અપેક્ષાથી કહેલ છે. તીર્થકરે પણ એકાંતે અલક નહોતા, કેમકે એ પ્રમાણેનું આગમ વચન છે કે–રવે વિ દૂબ નિયા નિવારવીઉં દરેક તીર્થક એક દેવદખ્ય સહિત સંસાર છેડેલ છે. ઈત્યાદિ પ્રકારથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
જુઓ હુ તેમ કહ્યું કે