________________
૫૬ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના “બાર માસમાં પ્રત્યેક માસના વિરહવર્ણનના આરંભમાં એક છટાદાર માલિની છે. ઉદાહરણ તરીકે:
પ્રકટી મદનવ્યાધિ, ભારતે બાણ સાંધી, હરિ હરિ કહે રાધી, પ્રેમને પાશ બાંધી, વિરહ વિકળ રોતી, ચીરશું નીર રહેતી, અરુણ નયન દીસે, આંસુ જેતી અરીસે.૩૮
સુણ, ઘન, મુજ વાણી, વર્ષતું રાખ પાણું, ક્ષણ ઈક થિર રે'ને, કૃણની વાત કેને; મધુપુર થકી આબે, શા સમાચાર લાવ્યું, મધુરી મુરલી મીઠા, કૃણુજી ક્યાંય દીઠો.
તન મન ધન ભારે, વીજળી વીર તારો, મધુપુર જઈ માણે, પીડ મારી ન જાણે, ક્ષણ છેક સુખ દીધું, તાહરી પેર કીધું, ચમક ચપળ બાઈ, શીખવ્યું તે જ ભાઈ.
પલ ન પલક ભાગી, રાધિકા રાત જાગી, વિરહ દુઃખ વિભાગી, નારમાં હાક વાગી; ભુવન ભુવન ભોળી, નીકળી નાર ટળી, સજન જન મળ્યું છે, પ્રેમની વાત પૂછે.
અંતમાં–
વ્રજ થકી ઘર આવે, નાર મેતી વધાવે, ઘરઘર થકી ગેપી, નીકળી લાજ પી;
૩૮. પ્રાચીન કાવ્યસુધા, ભાગ ૧, પૃ. ૧૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com