________________
૫૪ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
(માલિની ) .. નિશદિન મન મધ્યે રાખજે રામનામ, અભયપદવિધાતા એક છે શ્યામ ધામ; યદપતિપદ સેવી કાપજે કામદામ, ચરણુભગતિ મૂકી, શું કરે વામ કામ ?
(પૃ. ૨૫) ( વસન્તતિલકા ) કેપે ભર્યો કુટિલ કાલભુજંગ આવે, ધાયે, નિશા દિવસ બે રસના હલાવે; કુત્કારથી પ્રબળ પર્વત કોટ ફાટે, વીંટી વળ્યો નિરખ પાછળ અંગ ચાટે.
(પૃ. ૪૯) કાચો કુરંગનયના સબળો નેહ, રાએ નિહાળી નયને દુરગંધ દેહ; મિથ્યા મારથ કરે મનમાંહે લાવે. લાગો ફરે નિપટ, લંપટ નામ કહાવે.
(પૃ. ૫૦) શાને ફરે ભ્રમર પંકજ વાસ લેવા? પેશીશ મા કમલ મધ્ય પરાગ ગ્રેવા; સંકેચશે સહજમાં તવ તું મરીશ, એને વિષે અધમ, આકુલ થઈ મરીશ.
(પૃ. પર) શોભાયમાન નિજ નારી તણે જ રંગ, રા, સ્વરૂપ વિસરેથી પડીશ સંગ; સ્નેહે કરી યુગલ પક્ષ થશે જ બંધ, મેટી મમત્વ ઝળઝાળ બળીશ અંધ.
(પૃ. ૨૪)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com