________________
૪૦ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
(ઉપજાતિ ) પતિ વિના જે જલ હી ન ચાખે, નાના પરિ સુન્દરી ચિત્ત રાખે; કીધે વશી વલ્લભ તે અપાર, પ્રિયા વિના જે ન રહે લગાર.
( શાલિની ) એવી ડાહી સુન્દરી જેહ થાશે, પૃથ્વી મધ્યે નામ તેનું ગવાશે; બેહુ લોકે જાણવી ધન્ય તેહિં, નિયે સ્વામી સેવશે પ્રીતિ જેહિં. નામે જતાં ભટ્ટ ગોપાલ ધીરે, જેણિ સેવ્યો સોમ સર્વત્ર હીરે; બાલાપરે જે વસે રામપુત્ર, તેહિં કીધે ગ્રન્ય ભાષાવિચિત્ર,
અરાઢમે સકે અરાઢમા શતકના આરંભમાં જ, સં. ૧૭૦૬માં પ્રાચીન ગુજરાતી સાહિત્યનું શ્રેષ્ઠ વૃત્તબદ્ધ કાવ્ય “રૂપસુન્દરથા”૩૩ પ્રાપ્ત થાય છે. રૂપાં નામની રાજકુમારીને તેના શિક્ષકના પુત્ર સુન્દર સાથે પ્રેમ થાય છે, અને ત્યારપછી અનેકવિધ યાતનાઓ અને મુશ્કેલીઓને અંતે રૂપાં અને સુન્દરનું લગ્ન થાય છે, એટલું જ આ કાવ્યનું વસ્તુ છે. પરન્તુ કવિને વિવિધ અલંકારે ઉપરને પિતાનો કાબૂ અને સ્થાયી ભાવનું નિરૂપણ કરવાની નિપુણતા જ દર્શાવવાં છે, એટલે વાર્તાના
૩૩. પ્રસિદ્ધઃ મારા વડે સંપાદિત (પ્ર. ફાર્બસ ગુજરાતી સભા). કાવ્યતત્ત્વની દષ્ટિએ “રૂપસુન્દરકથા'ના અવલોકન માટે જુઓ ફાર્બસ સભાના મહેસવ ગ્રન્થમાં શ્રી યશવંત શુકલને લેખ “રૂપસુન્દરકથાઃ એક આલોચના.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com