________________
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના
[ ૩૫
જ્યની સાલ સં. ૧૬૪૮ છે, એટલે ત્યાર પહેલાં તે એ લખાયેલું ખરું જ. આરંભમાં ૧૦૩ ચુક્ષરા છે, બાકીની ૧૩૫ કડીઓ શાર્દૂલની ચાલમાં છે. ભાગવતના દશમસ્કંધમાં વર્ણવાયેલી શ્રીકૃષ્ણની ક્રીડાઓનું તેમાં નિરૂપણ છે. શાર્દૂલની ચાલમાંથી બે નમૂના જોઈએ
બાલી બેલ અપાર મનિ આણી ઊઠયા હરિ હર્ષશું, નાહ્યા દેવ, અપૂર્વ ચીર પહિ, ભાવિ હરિ ઢંતશું, બેઠાં બેહૂ, મુરારિ પાહિ યમવા માંડી તે થાલી ભલી, પ્રશાં અને અનેક પ્રભ સરસાં ભાવે તે ચંદ્રાઉલી.
પીધાં અમૃતપાન માંન સરસાં, ચાલા તે રમવા હરિ, લીલા અંગિ ગહેલડી તે લડસે શ્રીકૃષ્ણ બાંહેધરી, પોહાતા મંદિરમાહે બિહૂ બાલાં લીલાં હસે, હાથશું છા એક પલંગ કૂલિ સડો, કાલી ભરી પાનશે.
લક્ષ્મીદાસકૃત “અમૃતરસપચીસી'૩૦ માલિનીમાં તથા “રામરક્ષાસ્તુતિ ૪૧ ભુજંગપ્રયાતમાં રચાયેલ છે. સામાન્ય ધમધ એ પહેલા કાવ્યો અને રામની સ્તુતિ એ બીજા કાવ્યનો વિષય છે. આ લક્ષ્મીદાસ તથા સં. ૧૬૪૭ માં “ચંદ્રહાસાખ્યાન” અને સં. ૧૬૭ર માં “ જ્ઞાનબોધ” લખનાર લક્ષ્મીદાસ અનન્ય હોય, એમ મારે તર્ક છે. તેમ હોય તો “અમૃતરસપચીસી'ના કર્તાને કવનકાળ ખુશીથી સત્તરમા શતકમાં મૂકી શકાય. કદાચ એમ ન હોય તે “અમૃતરસપચીસી'વાળી હાથપ્રતનાં કાવ્યોની નકલ સં. ૧૭૨૫ અને ૧૭૭૪ ની વચ્ચે થયેલી છે, એ વસ્તુ પણ કર્તાની પ્રાચીનતા સિદ્ધ કરે છે.
“અમૃતરસપચીસી' ૨૫ કડીનું ટૂંકું કાવ્ય છે. માનવી જીવનની ક્ષણભંગુરતા, વિષયોની નિસારતા અને ઈશ્વરભક્તિની આવશ્યકતાનું તેમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
૩૦. પ્રસિદ્ધ: મારાવડે સંપાદિત, ભારતીય વિદ્યા”, પુ ૧, અંક ૪
૩૧. અપ્રસિદ્ધ હાથપ્રત નં. w૨, ગૂ. ૩ સે.ને સંગ્રહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com