________________
૩૪ ]
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તરચના સોળમા સૈકામાં લખાયેલાં જણાતાં કેટલાંક હસ્તલિખિત પ્રાચીન ગૂજરાતી સુભાષિતે શ્રી. મધુસૂદન મોદી પાસે છે. એ પિકીનાં કેટલાંક સુભાષિતે માલિની અને વસંતતિલકામાં છે, એ વસ્તુ ખાસ નોંધ માગી લે તેવી છે.
સત્તરમો સિક સત્તરમા સૈકાનાં વૃત્તબદ્ધ કાવ્યમાં સૌથી પહેલાં જ કોઈ અજ્ઞાતનામ કવિને “ભવાનીછંદ૨૯ આવે છે. ૨૪ કડીનું એ છટાદાર કાવ્ય ભુજંગપ્રયાત છંદમાં ભવાનીની સ્તુતિરૂપે લખાયું છે. ઉદાહરણઃ
ભવાની નમે હઈ હઈએ ન માયે, ભવાની નમે દુઃખદારિદ્ર જાઈ, ભવાની નમિ તીર્થની કેડિ કીધી, ભવાની નમે ભૂમિ નવખંડ લીધી. હુઈ પુન્ય જે પાત્રનિ દાન દીધે, હુઈ પુન્ય જે નબુદાસ્નાન કીધે, હુઈ પુન્ય જે વાશિ કાશી વસીજે, હુઈ પુણ્ય તે પાર્વતીનામ લીધે. પુરિ દ્વારિકાવાસ ખટમાસ નાહિ, કરી ગોમતીજ્ઞાન ગોવિન્દ ગાઈ, તુલા તેહની એકબીજી ન થાયે,
ભવાની તણું નામ જેણે જપાઈ. “ભવાનીછંદવાળી હાથપ્રતમાંથી જ “રાધારાસ' નામે બીજું એક કાવ્ય મળી આવે છે. એને કર્તા વાસણુદાસ છે. કાવ્ય નકલ
૨૯. અપ્રસિદ્ધઃ હાથપ્રત ગૂ. વ. સે.ના સંગ્રહમાં નં. ૭૩૮. એ હાથપ્રતમાંનાં કાવ્યો સં. ૧૬૧૧ થી સં. ૧૯૫૫ સુધી લખાયેલાં છે, એટલે ભવાનીદનો રચનાકાળ મોડામાં મેડે સત્તરમા શતકના આરંભમાં હેવાને સંભવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com