________________
૧૮
પ્રા. ગૂ. સાહિત્યમાં વૃત્તાન્ચના ઘાલી ઘૂઘરીઆલ પાખર, ખરે હીરે જડી જેહની, અંગે નેહ ગજેન્દ્ર ઊપરિ ચર્ચા ચાલંતિ રાણા સંવે.
–ખંડ ૩, કડી ૧૮-૧૯ સં. ૧૮૬૬માં જૈનેતર કવિ ભીમે “સદયવત્સપ્રબન્ધ૧૨ એ નામનું ૬૭૨ કડીનું એક અદ્ભુતરસિક કાવ્ય લખ્યું છે. સદયવત્સ-સાવલિંગા-ની લોકકથા એ કાવ્યનો વિષય છે. જેનેતર કવિઓમાં લેકવાર્તાના લેખક તરીકે “હંસાવલી'કાર અસાઈત પછી આ કવિ પહેલો જ છે. પ્રાચીન ગૂજરાતીના કવિઓમાં ભીમ એક ઊંચી પ્રતિ કવિ છે; અને મેં અન્યત્ર જણાવ્યું છે તેમ, એની કૃતિને પ્રાચીન ગૂજરાતી સાહિત્યનું સર્વોત્તમ “રામાન્સ' હું ગણું છું. વિવિધ માત્રામેળ છેદ તથા દેશબંધ ઉપરાંત એ કાવ્યમાં એક સ્થળે અક્ષરમેળ ચામરને પણ પ્રયોગ થયો છે.
ધારાનગરીના ધરવીરરાયની પુત્રી લીલાવતી નાયક સદયવસ ઉપર અત્યાસક્ત થતાં કાઇભક્ષણ કરવા તૈયાર થાય છે, પણ આખરે સદવસ ધારાનગર જાય છે અને તે બન્નેનું લગ્ન થાય છે. તેનું વર્ણન કવિએ ધળમાં કર્યું છે, જેમાં વચ્ચે વચ્ચે ચામર આવે છે –
( હ૬ ધઉલઃ ધન્યાસી ) આસણ તણુઉ અણવિઉ એ નરવરિઈ તરલ તુરંગ, સાહણપતિ પલણાવિઉ એ પલાણિ પવંગ, તીણુઉ વરરા ચડાવઉ એ. ૯૪
૧૨. અપ્રસિદ્ધ હાથપ્રત, સાગરના ઉપાશ્રયને ભંડાર, પાટણ, તથા પ્રાચ્ય વિદ્યામંદિર, વડોદરા (બે પ્રત). આ કાવ્યના પરિચય માટે જુઓ વસન્ત’, ચિત્ર-વૈશાખ તથા શ્રાવણ સં. ૧૯૭૨માં સ્વ. ચિમનલાલ દલાલને લેખ “સદયવસ સાવલિંગાની લોકકથા. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સંશોધન વિભાગ તરફથી આ કાવ્ય છપાવવાને પ્રબંધ થયો છે. (સંપાદક છે. મંજુલાલ મજમુદાર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com