________________
અપભ્રંશ સાહિત્યમાં વૃત્તરચના “ પ્રાકૃત પછી તેની પુત્રી અપભ્રંશને વારો આવે ભરતનાટ્યશાસ્ત્રના બત્રીસમા અધ્યાયમાં પાંચેક વૃત્તનાં દૃષ્ટાન્તમાં ડૉ. ગુણેને અપભ્રંશને ભાસ થયો હતો, પરંતુ દી. બ. કેશવલાલ ધ્રુવે એ માન્યતાને નિરાધાર કરાવી છે. દી. બ. ધ્રુવનું વિધાન માન્ય રાખીએ તોપણ એ વૃત્ત પ્રાકૃત તે છે જ.
બુદ્ધ ભગવાનના જન્મ, મહાભિનિષ્ક્રમણ અને ધર્મચક્રપ્રવર્તન વર્ણવતો ગ્રન્થ લલિતવિસ્તર” ઘણે પ્રાચીન છે. એ પાછળની બુતપરંપરા ગમે તેટલી જૂની હોય, પણ તેના જુદાજુદા ભાગો પહેલી અને આઠમી સદી વચ્ચે રચાયા હોવાનું મનાય છે. આઠમી સદીથી તે તે કઈ પણ રીતે આ તરફને નથી, કેમકે ત્યારપછી તેનું તિબેટની ભાષામાં ભાષાન્તર થયું છે. એ આખાએ ગ્રન્થ અપભ્રંશમિશ્રિત સંસ્કૃતમાં છે. કદાચ એમાંના જુદાજુદા પ્રસંગે પહેલાં અપભ્રંશ ભાષામાં લોકમુખે ગવાતા હોય અને પછી તેનું સંસ્કૃતમાં રૂપાન્તર થયું હોય એમ પણ બને. એટલે તેમાં રચાયેલાં વૃત્તો, ભાષા તેમજ છન્દોરચનાના ઇતિહાસમાં ઉપયોગી થઈ પડે તેમ છે.
૧. પદ્યરચનાની અતિહાસિક આલોચના, પૃ. ૨૮૩-૮૬. ' ' 2. Winternitz : History of Indian Literature, Vol. II,
pp. 253-54. ૩. અને તેટલા ખાતર જ એમાંના ડાક નમૂનાઓ અહીં જોઈ લઈએ,
કાળા અક્ષરમાં છાપેલાં રૂપો અપભ્રંશનાં છે. પૃષકે પ્રો.
લેફમૈનની આવૃત્તિના છે: छन्दोऽभ्युवाच परिवारितु दारिकेभिः हन्ता कुमार वनि गच्छम लोचनार्थम्। किं ते गृहे निवसतो हि यथा द्विजस्य हन्त व्रजाम वयं चोदननारिसंघम् ।।
(પૃ. ૧૩૩). शुद्धोदनस्त्वरितु पृच्छति काञ्चुकीयं दोवारिकं तथपि चान्तजनं समन्तात् ।।
( ૧૩૫)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com