________________
પ્રાણાતિપાત વિરમણ બહારના પદાર્થો કે મનુષ્ય પર આધાર રાખવો પડતો નથી. મનુષ્યને પિતાના આત્માના દિવ્ય આનંદનું ભાન જેટલા પ્રમાણમાં ઓછું તેટલા પ્રમાણમાં તે આનંદ મેળવવા માટે બાટા પદાર્થો વિશેષ રૂપમાં પ્રાપ્ત કરવા ઈચ્છે છે અને મથે છે, પણ ખરા આત્મજ્ઞાનીનો આનંદ પોતાનામાં રહેલે હોવાથી તે બાહ્ય વસ્તુઓના સદભાવ કે અભાવમાં એકસરખી પ્રસન્નતા જાળવી શકે છે. તે અનુકૂળ કે પ્રતિકૂળ પ્રસંગમાં–જગત જેને સુખદુ:ખના પ્રસંગે કહે છે તેવા પ્રસંગમાં–આનંદમાં રહી શકે છે. આત્મા અમર હોવાથી અંતવાળી વસ્તુઓના ભાવે શું રાચે? તેમજ અંતવાળી વસ્તુઓના અભાવે ખિન્ન પણ શું થાય ? અનંત કાળને પ્રવાસી આત્મા આ બધા સંસારરૂપી નાટકને પ્રેક્ષક છે, દ્વષ્ટા છે–સાક્ષી છે; પણ ભૂલથી પ્રેક્ષક મટી એકટર-નાટકને પાત્ર બની જાય છે એટલે લેપાય છે અને સંસારનાટકમાં તેને પણ અનેક ભાગ ભજવવા પડે છે.
આત્મા, ઉપર જણાવ્યા પ્રમાણે અનંત આનંદમય, અનંતશક્તિમય અને અનંતજ્ઞાનમય છે, છતાં શા સારુ ખી, અલ્પશક્તિવાળો અને બહુ જ ન્યૂન જ્ઞાનવાળે જણાય છે? તેની શક્તિ, જ્ઞાન અને આનંદને રોકનારાં કારણે કયા છે? જેમ સૂર્યના પ્રકાશને વાદળ રોકે છે તેમ આત્માના પ્રકાશને રોકનારાં વાદળે કયા? વળી આપણે પિતે જ આ આત્મા હેવાથી અને આત્મા પોતે શક્તિ, જ્ઞાન અને આનંદના સમૂહરૂપ હોવાથી શા સારુ તે શક્તિ, જ્ઞાન અને આનંદને આપણને અનુભવ થતો નથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com