________________
અથવા
પવિત્રતાને પંથે અઢાર પાપસ્થાનકેથી નિવૃત્ત
થવાને માર્ગ. પ્રકરણ ૧ લું.
પ્રાણાતિપાત વિરમણ. જીવમાત્ર સુખને શોધે છે. જ્યાં સુધી આત્માને પિતાના ખરા સ્વરૂપનો અનુભવ ન થાય ત્યાં સુધી તેને કદાપિ ખરી શાન્તિ મળી નથી અને મળવાની નથી. આત્મા પોતે જ્ઞાન–સ્વરૂપી છે. તેનામાં અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અનંત આનંદ રહેલાં છે. તે આત્મા પોતાના જ્ઞાનસ્વરૂપે જગતના તમામ પદાર્થોને–તે પદાર્થોના ગુણ અને પર્યાયે સહિત જાણે છે અને અનુભવે છે. તે બાહ્ય પદાર્થોને તેમજ પોતાના શરીરને સાધન તરીકે વાપરે છે, પણ પોતે પોતાના સ્વરૂપમાં જ આનંદ માને છે. ઇન્દ્રિયેના આવેશે અને મનના વિચારોરૂપી તરંગો તેના પગ આગળ આવીને ભલે અથડાય પણ તે તે પિતાના ઉચ્ચ સ્વભાવરૂપ ખડક ઉપર સ્થિર રહે છે, કારણ કે ઈન્દ્રિય તથા મનને બળ આપનાર પણ પિતે જ છે, માટે જ્યાં આમા પિતાનું બળ ખેંચી લે છે ત્યાં મન તથા ઇન્દ્રિયો શિથિલ બની જાય છે અને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com