________________
( ૪ ). એ વિચારનું ચિંતન કરી આ પુસ્તકમાં વર્ણવેલા અઢાર પાપસ્થાનકોથી બચવા વાચકવર્ગ પ્રયત્ન કરશે તેમાં આ પુસ્તકની સાર્થકતા છે.
છેવટ વાચકવર્ગને એ જ વિનંતિ કે-આમાંના દરેક પ્રકરણનું હાર્દ સમજી જે દોષ પોતાનામાં હોય તે ટાળવા પ્રયત્ન કરો. દોષને ટાળવા માટે દોષનું સ્વરૂપ સમજી લઈ તેની સામે સદ્દગુણ ખીલવવા પ્રયત્ન કરવો. ક્ષમાને સદગુણ ખીલવવાથી ક્રોધ પિતાની મેળે ચાલ્યો જશે. તેમ સરળતા ખીલવવાથી માયા દૂર થઈ જશે. તેવી રીતે દરેક દોષને ટાળવા તેના વિરોધી સદગુણનું જેમ બને તેમ વધારે ચિંતન કરવું અને તે પ્રમાણે વર્તવાને પ્રયત્ન કરવો કે જેથી તે સદ્દગુણ સમય જતાં સ્વાભાવિક થઈ જશે.
આ બુક શેઠ લધાભાઈ ચાંપશીની પ્રેરણાથી છપાવવામાં આવી છે. અમને પણ પસંદ પડવાથી અમે તેની વધારે નકલે શ્રી જૈન ધર્મ પ્રકાશના ગ્રાહકેને ભેટ આપવા માટે છપાવી છે. આ બુકમાં સહજ સુધારે વધારે કર્યો છે. કેટલા પ્રકરણમાં વધારે વધારો કર્યો છે તે ખાસ વાંચવા લાયક છે.
આ બુકના મુખ્ય લેખકને આભાર માનીએ છીએ. બે બેલ પણ તેમના જ રાખ્યા છે. દરેક પ્રકરણો સારા ને અસરકારક છે તે લક્ષપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે. બીજા નેવેલે વિગેરેના શુષ્ક લખાણ ન વાંચતાં આવું આત્મહિતકારક લખાણ જ વાંચવું હિતાવહ છે.
શેઠ લધાભાઈએ પિતાની માતુશ્રીના શ્રેયાર્થે આ બુક છપાવી છે અને તે પોતાના કુટુંબમાં વહેંચવાનું ધાર્યું છે. આવા પુસ્તકની લહાણી કરવી તે ખરેખર શ્રેયકારક છે. પ્રારંભમાં વધારે ન લખતાં બે બેલ સમાપ્ત કરવામાં આવે છે.
વિ. સં. ૨૦૦૦ ો • કાર્તિકી પૂર્ણિમા |
શ્રી જૈન ધર્મ પ્રસારક સભા
ભાવનગર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com