________________
૨૪
પવિત્રતાને પથ
કસેાટી કાઢે છે, અને જે મનુષ્ય તેની કસેાટીમાં પસાર થાય છે તેને તે વરે છે. કહ્યું છે કે—
वृणुते हि विमृश्यकारिणम् गुणलुब्धाः स्वयमेव संपदः ॥
જે મનુષ્ય વિચારપૂર્વક સમજીને પેાતાના સન્નિશ્ચયેા પ્રમાણે જીવન ગાળે છે તેને તેના ગુણેાથી આકર્ષાયેલી લક્ષ્મી સ્વયમેવ આવીને વરે છે, માટે ધન પેદા કરવું તે ન્યાયનીતિપૂર્વક પ્રાપ્ત કરવું, આ રીતે વર્તતાં પ્રારભમાં થાડુ' મળે તે તેથી સતાષ માનવેા. આગળ જતાં ન્યાયનીતિની છાપ પડશે, એટલે વિશેષ ન એની મેળે આવી મળશે. ખરી રીતે વિચારીએ તેા આપણે બધા ધનના ટ્રસ્ટી છીએ પણ માલીક નથી. ટ્રસ્ટીભાવ જો ધારવામાં આવે તે મનુષ્ય પરહિતાર્થે તેને સદુપયેાગ કરી શકે છે. પણ જ્યાં માલીકી આવી ત્યાં મનુષ્ય તેનાથી બંધાઇ જાય છે.
પ્રકરણ ૪ યુ.
મૈથુનવિરમણુ.
મથુનના અર્થ પુરુષના સ્ત્રી સાથેના સંબંધ અથવા
સ્ત્રીના પુરુષ સાથેના સંબધ. જેએ બ્રહ્મચારી છે અથવા સાધુએ છે તેમને વાસ્તે આ સંબંધ સર્વથા વર્જ્ય છે, અને જે લેાકેા ગૃહસ્થી છે તેમને માટેયેાગ્ય નિયમ એ છે કે તેમણે સ્વદારાસ’તેાષ વ્રત પાળવું અર્થાત્ પેાતાની સ્રીમાં સંતાષ માનવા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com