________________
અદત્તાદાનવરમણ
૨૩
નીચેના લેાકેા ન્યાયનીતિથી વર્તે છે કે કેમ? તે વિષે નિરતર શંકા રહ્યા જ કરે છે.
ન્યાયથી જે મનુષ્ય ધન પેદા કરે છે, તેના પૈસાના પણ સભ્યય થાય છે અને તે ધનથી જે ખારાક ખરીદવામાં આવે તે ખારાક પણ ઉચ્ચ બુદ્ધિ અને શુભ વિચાર પ્રેરનારા થાય છે આ બાબતને હાલના લેાકેા ભલે હસી કાઢે, પણ આ માખત અનુભવસિદ્ધ છે. મનુસ્મૃતિ પણ કહે છે કેसर्वेषां शौचानामर्थशौचं परमं मतम् |
સર્વ પ્રકારની પવિત્રતામાં ધનની પવિત્રતા મેાટી ગણવામાં આવેલી છે, માટે અન્યાયથી ધન પેદા કરવાની કોઈ પણ દિવસ આકાંક્ષા રાખવી નહિ. કેટલીક વાર અન્યાયથી મનુષ્યાને સુખ પામતા જોઈએ છીએ ત્યારે આપણા મનમાં એ પ્રશ્ન ઊઠે છે કે આમ કેમ થતુ હશે ? તેને જવાબ એ જ છે કે અન્યાયથી મનુષ્ય ક્ાવે છે તે થાડા જ સમયને માટે. તે તા અન્યાય ક્ન્યા વગર રહેતા જ નથી. વળી ભૂતકાળનું શુભ કર્મ હાય અને કદાચ તે ફાવે તા પણ તેથી શું થયું? તેના અન્યાયનુ ફળ તેને ભેગવવું જ પડવાનું. તેમજ ન્યાયી મનુષ્યને દુ:ખ પડે છે તે તે તેના ન્યાયને લીધે પડતું નથી, પણ ભૂતકાળનું કરજ તે વધારે લાળ્યેા હાય છે તેથી જ્યાં સુધી તે કરજ અદા ન થાય ત્યાં સુધી તે ન પણ ક્ાવે. પણ તેના ન્યાયનું મૂળ તે તેને જરૂર મળશે અને તે મળે ત્યાં સુધી મનુષ્યે ધર્મ અને નીતિ ઉપર શ્રદ્ધા રાખી ચાલવુ જોઇએ. મનુષ્યના ચારિત્રની કસેાટી આવે સમયે જ થાય છે. લક્ષ્મીદેવી દરેક મનુષ્યની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com