________________
પવિત્રતાને પંથે પ્રાચીન સમયમાં યુદ્ધના પ્રસંગે જે કોઈપણ મનુષ્ય મુખમાં ઘાસનું તરણું લે તે સામે પ્રબળ શત્રુ તેને જીવતે મૂકતે હતો. કારણ કે મુખમાં તરણું લેનાર મનુષ્ય પશુ જે છે, માટે તેને શું મારે તે પછી તૃણ ખાઈને જ જીવનારા, ઝરાનું નિર્મળ જળ પીને તૃષા શમાવનારા નિર્દોષ પશુઓની હિંસા શિકાર કે મજશેખ નિમિત્તે કરવી અને વર્તમાનપત્રમાં તે બહાદુરીનાં કાર્યો હોય તેમ તેનાં લાંબાં વર્ણન છપાવવા એ જ સૂચવે છે કે આપણા સમાજનું અંત:કરણ આ બાબતેને દોષરૂપ ગણવા જેટલું ખીલ્યું નથી.
કેવળ શરીરથી જ હિંસા થાય છે એમ નથી. વચન અને મનથી પણ આપણે હિંસા કરીએ છીએ. વચન ઉપર સંયમ નહિ રાખવાથી આપણે ન બેલવાનું બેલીને સામી વ્યક્તિના જીવને દુઃખ આપીએ છીએ. શારીરિક ઘા કરતાં પણ વચનના ઘા કેટલીક વાર વધારે અસહ્ય નીવડે છે, અને તેને લીધે કેટલાંએક ઓશીકાં આંસુઓથી ભીંજાતાં હશે, તેને તે વચનો બેલનારને કયાં ખ્યાલ હોય છે ? જીભમાં અમૃત પણ છે અને ઝેર પણ છે. વાણીમાં ઘાયલ કરવાની શક્તિ છે અને ઘા રૂઝવવાની શક્તિ પણ છે, માટે હિંસાના પાપથી બચવા ઈચ્છનારે વાણીમાં મીઠાશ રાખવી.
કવિ બાલાશંકર કહે છે કેકટુ વાણી સુણે જો તું, મીઠી વાણી સદા કહેજે; પરાઈ મૂર્ખતા કાજે, મુખે ના ઝેર તું લેજે.
જેનશાસ્ત્રમાં જે પાંચ સમિતિઓ કહેલી છે તેમાં એક ભાષાસમિતિ છે. ભાષાસમિતિ જણાવે છે કે-વાણી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com