________________
નમો નમો નિમ્મલદંસણસ્સ
આગમના આ બે વિભાગ એ રીતે પણ કહી શકાય કે ગણધરોએ રચેલું (સાક્ષાત્ સૂત્રરૂપે ગૂંથેલ) શ્રુત તે ‘અંગ-પ્રવિષ્ટ' અને સ્થવિરોએ રચેલું--અર્થના પ્રતિપાદનથી ઉત્પન્ન શ્રુત તે ‘અંગબાહ્ય' કહેવાય છે.
‘આગમ યાત્રા'
મુનિ દીપરત્નસાગર
જે પ્રમાણે શ્રુતના ભેદને આશ્રીને આગમના બે ભેદ કહ્યા ૧, અંગપ્રવિષ્ટ અને ર, અંગબાહ્ય. તે પ્રમાણે શ્રુતના બીજાપ્રકારના બે ભેદને આશ્રીને આગમના પણ બે ભેદ થાય છે- [૧] ગમિક અને [૨] અગમિક.
[૧] ગમિક- જેમાં ભાંગા અને ગણિત-આદિ ઘણા હોય અથવા જેમાં સમાન પાઠ ઘણા હોય તેને ગમિક શ્રુત કહે છે. જેમ કે- 'દૃષ્ટિવાદ',
આ અંગપ્રવિષ્ટસૂત્રોના ૧૨ ભેદો છે. ૧આચાર, -સૂત્રકૃત, ૩-સ્થાન, ૪-સમવાય, ૫-વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ, ૬-જ્ઞાતાધર્મકથા, ૭-ઉપાસકદશા, ૮-અંતકૃત્-દશા, ૯અનુત્તરોપપાતિકદશા, ૧૦-પ્રશ્નવ્યાકરણ, ૧૧-વિપાક શ્રુત, અને ૧૨-દૃષ્ટિવાદ, આ ૧૨ અંગસૂત્રો સિવાયના સર્વે આગમ સૂત્રો અંગબાહ્ય' આગમ સૂત્રો કહેવાય છે.
[૨] અગમિક- જે ગાથાઓ અને અર્દશ પાઠ રૂપ હોય તે આગમને અગમિક શ્રુત કહે છે. જેમકે “કાલિકશ્રુત'.
જ જાણીતી કથાની અજાણી વાતો આ
‘આગમો’માં કેટલાક કથાનકોની વાતો આપણા માટે તદ્દન અજાણી છે. કેટલીક કથાઓ એવી પણ છે જે લોકો સમક્ષ જે રીતે પ્રસ્તુત થતી આવી છે તેના કરતાં ‘આગમો’માં કંઇક અલગ સ્વરૂપે પણ જોવા મળેલ છે. આપણી આગમ-યાત્રા'માં તેને પણ સામીલ કરીએ]. * ચિલાતિપુત્ર કથા → રાજગૃહી નામે નગરી હતી. ત્યાં ધન્ય નામે સાર્થવાહ રહેતો હતો, ધન્યને પાંચ પુત્રો અને સુંસુમા નામે એક પુત્રી હતી. તેમને ત્યાં ચિલાત નામે નોકર હતો, જે ચિલાતિપુત્ર નામે પ્રસિદ્ધ હતો. તે બાળકના કુલક્ષણોને કારણે તેને ધન્યસાર્થવાહે ઘરમાંથી કાઢી મૂક્યો. તે મોટો થતાં ચોર સેનાપતિ બની ગયો.
કોઈ વખતે તે 'ચિલાત" ચોરસેનાપતિએ તેના ૫૦૦ ચોરોની સાથે રાગૃહીમાં ધન્યસાર્થવાહને ઘેર ધાડ પાડી, ધન્યને ત્યાંથી સોનું, રૂપું, હીરા, મોતી, ધન વગેરે બધું લૂંટી લીધું, સાથે સાથે 'સુમાને પણ ઉઠાવી ગયો. ત્યારે ધન્ય, તેના પાંચ પુત્રો અને નગરરક્ષકોએ તેમનો પીછો કર્યો. નગરરક્ષકોએ ચિલાતના ૫૦૦ ચોરોને હત-મથિત કરી દીધાં. તે સમયે ચિલાત ચોરસેનાપતિ ભયભીત અને ત્રસ્ત થઇ ગયો. સુસુમા કન્યાને લઈને તે એક નિર્જન અને લાંબા માર્ગવાળી અટવીમાં ઘુસી ગયો. તેનું પગેરું દબાવતા-દબાવતા ધન્ય સાર્થાવાહ અને તેના પાંચ પુત્રો તેની ઘણી નજીક આવી ગયા, ત્યારે નિસ્તેજ, નિર્બળ અને પરાક્રમહીન થયેલ ચિલાત ચોરસેનાપતિને સમજાયું કે હવે તે સંસુમાને વહન કરવા માટે સમર્થ નથી ત્યારે બીજો કોઈ ઉપાય ન જણાતા તેણે સુમાનું મસ્તક છેદી નાખ્યું.
*ત્યારપછી તે ચિલાત તે નિર્જન અને લાંબી અટવીમાં ભૂખ અને તરસથી પીડાઈને માર્ગ ભૂલી ગયો, સિદ્ધગુફા ચોરાપલ્લી સુધી પહોંચ્યા પહેલા માર્ગમાં જ મૃત્યુ પામ્યો. [ આ જ છે જાણીતી કથાની અજાણીવાત કે ચિલાતીપુત્ર આર્તધ્યાનથી મત્યુ પામી કૃતમાં 1 જ્ઞાતાધર્મકથામાં આગળ લખે છે ભગવંત મહાવીરે આ ધર્મક્રઘાને અને ઉપદેશ આપતા કહ્યું કે “હે આયુષ્યમાન શ્રમણો! જેઓ મુંડ થઇ, ગૃહવાસ ત્યજી અને અણગાર પ્રવ્રજ્યા સ્વીકાર્યા પછી પણ –x—xx—ઔદારિક શરીરના વર્ણ, રૂપ, બળ અને વિષયોમાં લેપાય છે, તેઓ આ લોકમાં ઘણી જ અવહેલાનાના પાત્ર બને છે યાવત્ ચાર ગતિરૂપ સંસાર-કાંતારમાં ભટકે છે, જે રીતે તે ચિલાતીપુત્ર ભટક્યો.
આ હતી જ્ઞાતાધર્મકથામાં આવતી ચિલાનીપુત્ર-કથા, જ્યારે વ્યવહાર પ્રસિદ્ધ કથામાં ચિલાની ઉપશમ-વિવેક-વર" પદ પામી તે પદોનું ચિંતન કરે છે, અઢી રાત્રી-દિવસ કાયોત્સર્ગે સ્થિર થઇ કીડીઓ દ્વારા થયેલ ઉપસર્ગ સહેતા દેવલોક પામ્યા. રૂ આ બીજા પ્રકારના કથાનકના પ્રમાણ પણ મળે જ છે, જે અહીં ફૂટનોટમાં અમે નોંધેલા છે.]
३ आवश्यक निर्युक्ति- ८७१ से ८७६ वृत्ति; માચાર પૂર્ણિ પૃષ્ઠ-૧૩૧;, સંસ્તાર- ૮૬;
१ नंदी सूत्र- १२९, १३६ मूल एवं वृत्ति; विशेशावश्यक भाष्य- ५४९ एवं वृत्ति. २ ज्ञाताधर्मकथा अध्ययन -१८ 'सुसुमा. मरणसमाधि - ४२८ से ४३१; व्यवहार भाष्य - ४४१९ वृत्ति, जितकल्प भाष्य- ५३३ वृत्ति; आवश्यक चूर्णि भाग - १ पृष्ठ- ४९७, ४९८. भक्तपरिज्ञा-८८
[3]