________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
१. आसाढ
श्र.नि
आषाढ
આષાઢ
२. आसाढ
8.
HTષાઢ
આષાઢ
એક આચાર્ય અને ત્રીજા નિહવ. તેમના શિષ્યોએ મહાવીરના નિર્વાણના ૨૧૪ વર્ષ પછી રાજગૃહીમાં બલભદ્ર રાજાના સમયમાં અવ્યક્તનો સિદ્ધાંત સ્થાપ્યો. સેયવિયા શહેરના પોલાસ ઉદ્યાનમાં હતા ત્યારે ગુરુ આસાઢનું એકાએક મૃત્યુ થયું તે નલીનીગુલ્મમાં દેવ તરીકે જન્મ્યા. શિષ્યો પ્રત્યેની કરુણાથી પ્રેરાઈને ગુરુ આસાઢે પોતાના શબમાં પુનઃપ્રવેશ કર્યો પોતાના શિષ્યોને પૂર્વવત્ યોગોદ્વહન કરાવ્યા. તે હકીકત જાણતા તેમના શિષ્યોએ એવો સિદ્ધાન્ત સ્થાપ્યો કે કંઈ પણ નિશ્ચિતપણે જાણી શકાતું નથી. બલભદ્ર રાજાએ અવ્યક્ત સિદ્ધાંતમાં રહેલા દોષોની પ્રતીતિ કરાવી સ્વર્ગમાં ગયા પછી પોતાની પાસે પાછા આવવાનું વચન પોતાના દરેક મરતા શિષ્ય પાસેથી લેનાર આચાર્ય. તેમના ઘણા શિષ્યો મૃત્યુ પામ્યા, પણ તેમાનો કોઈ પાછો આવ્યો નહિ. આ વસ્તુઓ તેમના મનમાં સ્વર્ગ અને નરકના અસ્તિત્વ અંગે શંકા પેદા કરી. પરિણામે તે એકલા રહેવા લાગ્યા. છેલ્લે આસાઢ પાછા સાધુસમૂહમાં જોડાઈ ગયા. અને પોતાના ધર્મમાં પુનઃ શ્રદ્ધાને પામ્યા. ધર્મરુચિના શિષ્ય. એકવાર તે રાજનટ વિશ્વકર્મન્ના ઘરે ભિક્ષા માટે ગયા. ત્યાંથી ભિક્ષા માં એક લાડુ મળ્યો. વિશ્વકર્મના ઘરમાંથી નીકળતા તેમને વિચાર આવ્યો કે લાડુ તો ગુરુ લઈ લેશે. એટલે તે રૂપ બદલી વળી પાછા વિશ્વકર્મન્ના ઘરે ગયા. વળી પાછો એક લાડુ તેમને મળ્યો. તેમને વારંવાર જુદાજુદા રૂપમાં આવતા જોઈ વિશ્વકર્માએ પોતાની બે રૂપવતી દીકરીઓને કહ્યું કે જો આ માણસને મોહમાં પાડી પોતાનો કરી લેવામાં આવે તો તે આપણને ખૂબ જ ઉપયોગી થશે. દીકરીઓ તેને મોહમાં પાડવામાં સફળ થઈ. આષાઢભૂતિએ સાધુપણું છોડી દીધું. કોઈ વખતે રાજસભામાંથી. આષાઢભૂતિ ઘરે આવ્યો. દારૂના નશામાં પડેલી. પોતાની પત્નીઓ જોઈ. તેનો સંસારનો મોહ ઊતરી ગયો, સંસારનો ત્યાગ કરવાનો નિશ્ચય. કર્યો. રાજગૃહીના રાજા સિંહરથ આગળ આષાઢ ભૂતિએ ૫૦૦ રાજકુમારો સાથે નાટક ભજવ્યું. પોતે ચક્રવર્તી ભરત બન્યા. છેવટે અરીસાભવન માં પ૦૦ રાજકુમારો સાથે સંસારનો ત્યાગ કર્યો.
आसाढभूइ
श्र.
आषाढभूति
આષાઢભૂતિ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8- 64