________________
‘ગામ-વૃદ-નામ ષ:' મા-૨
अजिय
ती.
अजित
અજિત
ભરત(૨)ના વર્તમાન અવસર્પિણી કાલચક્રના. બીજા તીર્થંકર. અયોધ્યા(૨)ના રાજા જિતશત્રુ(૧૮) તેમના પિતા હતા. રાણી વિજયા(૫) તેમના માતા હતા. તેમની ઊંચાઈ ૪૫૦ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. ૭૧લાખા પૂર્વ ગૃહસ્થજીવન ભોગવ્યા પછી ૧૦૦૦ પુરુષો સાથે સંસાર ત્યાગ કર્યો. તે પ્રસંગે સુપ્રભા (૨) પાલખીનો ઉપયોગ કર્યો. તેમણે સૌપ્રથમ ભિક્ષા. બ્રહ્મદત્ત(૨) પાસેથી ગ્રહણ કરી. ૧૨ વર્ષ પછી કેવલજ્ઞાન થયું. ૯૦ ગણધરો હતા. સંપૂર્ણ આયુષ્ય ૭૨ લાખ પૂર્વ હતું આયુ પૂર્ણ થતા મોક્ષ પામ્યા. અજિતના સમયમાં તેજસ્કાય જીવોની. તેમજ મનુષ્યોની ઉત્કૃષ્ટ સંખ્યા હતી.અજિતને ૧ લાખ સાધુ હતા. ૩૩૦૦૦૦ સાધ્વી હતા.
अजियसामी
તી.
નતસ્વામિનઅજિતસ્વામિન્
१. अजियसेण
अजितसेन
અજિતસેન
આ અને અજિત એક જ છે. શ્રાવસ્તી ગયેલા એક ગુરુ જેમના શિષ્ય ખુડુગકુમાર હતા. કોસંબીના રાજા, ધારિણી(૧૩) તેમની રાણી. તેમણે ધારિણી (૨૬)નો પુત્ર દત્તક લીધો હતો. ઉજ્જૈનીના રાજા પશ્નોતને બે દીકરા હતા – પાલઆ (૨) અને ગોપાલઅ. પાલઅ ને પણ બે પુત્રો હતા- અવંતિવદ્ધણ અને રજવઠ્ઠણ. રવદ્ધણની પત્નીનું નામ હતું ધારિણી(૨૬) અને તેમનો પુત્ર હતો અવંતિસેણ. રાજા અવંતિવદ્ધણ પોતાના નાના ભાઈ રવદ્ધણની પત્ની ધારિણીના મોહક રૂપથી મોહીત થયો અને તેણે ધારિણીને વશ કરવા રવદ્વણને મારી નાખ્યો. પોતાના શીલની રક્ષા કરવા ધારિણી ભાગીને કોસાંબી ગતિ અને સાધ્વી બની ગતિ. તે વખતે તે ગર્ભવતી હતી એ હકીકત કોઈની આગળ પ્રગટ કરવામાં આવી ન હતી. વખત જતાં તેણે પુત્રને જન્મ આપી નિર્જન સ્થાનમાં ત્યજી દીધો. જેને પુત્ર ન હતો તે રાજા અજિતસેણે બાળકને ત્યાં રહેલું જોયું, તેને ઉપાડી. લીધું અને તે તેને પોતાના મહેલે લઈ ગયા. તેણે તેને પોતાના પુત્ર તરીકે દત્તક લઈ લીધું. તેનું નામ મણિપ્પભ (૧) રાખવામાં આવ્યું. વખત જતાં મણિપ્પભ કોસાંબીના રાજા થયા અને અવંતિસેણ ઉજ્જૈનીના રાજા થયા.
२. अजियसेण
क.
अजितसेन
અજિતસેન
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोषः' भाग-१
પૃ8-23