________________
પાંચમ ]. કનકવાની કથની
૩૫ પ્રમાણમાં દેર ન મૂકે તે સામાને કનક લટકી ગયેલ હોવા છતાં તેની તરફથી દેર મૂકાતા, પિતાને કનકવો ગુમાવે છે, પરંતુ જે એ રીતસર દર મૂક્યા કરે અને તે પણ તર્જની વડે ટચકી માર મારતો દર મૂકે તે સામાનો કનકવો વધારે ને વધારે લટકી જવા પામે અને આખરે એમ લટકી ગયેલ કનકવો ઉઠાવી નહિ શકાવાથી, કોઈ સ્થળે ભેરવાd જવાથી, કોઈક તે ચગતિ હેવા છતાં તેને પકડી લે તેથી અથવા તે એમ ને એમ પણ થોડી વારમાં કપાઈ જાય છે.
જ્યારે પવન બહુ જ મંદ મંદ વાતો હોય ત્યારે સરતીના પેચ લડાવાય છે તે ઘણુંખરા લંગરિયા જેવા લડે છે એટલે કે પેચ ચાલુ હોય ત્યારે પણ કુમકા મારવા પડે છે. એવે વખતે જે દોરી ન છોડે તેનો કનક કપાઈ જવા સંભવ છે.
કેટલીક વાર બે જણના કનકવાના પેચ લાગતાં એક જણના કનકવાનું કનું આવી જાય છે. આવે વખતે જેનું કનું આવેલું હોય છે તે પિતાના કનકવાને જોરથી ઉતારવા માંડે છે. તેમ થતાં સામે પણ બનતા સુધી પોતાના કનકવાને જોરથી ઉતારે છે. તેમ થતાં જેની દેરી મજબૂત ન હોય તેને કનક કપાઈ જાય છે, જોકે ઘણુંખરું તે પૂરી ખેંચંખેંચી યાને એચંખેંચી થઈ રહે તે પૂર્વે જેનું કનું આવ્યું હોય તેને કનક કપાઈ જવાનો સંભવ છે.
કેટલીક વાર બે જણના પેચ ચાલ્યા આવતા હોય ત્યારે આગળ ચગાવનાર એ બંનેના કનકવાના પેટમાં ઘુસી તેને ખેંચી કાઢે છે અને કેટલીક વાર તેમ કરીને બંનેના કનકવાને કાપી નાંખી શકે છે. કેટલીક વાર બે જણના સરતીના પેચ જતા હોય ત્યારે એક કે વધારે જણ વચ્ચે પડે છે જેને “તેલ પૂર્યું’ એમ કહેવાય છે, અને એમ થતાં પેચ જોવાની રમુજ વધે છે, કેમકે કેટલીક વાર તે વચ્ચે પડનારને પપ્તાં વેંત જ કનક કપાઈ જાય છે તો કેટલીક વાર ગમે તે એકને કનક કપાઈ ગયા બાદ પેચ છૂટી જાય છે તે કેટલીક વાર પેચ આગળ ચાલુ રહે છે. ગમે તેમ છે, પરંતુ આ પેચે જેનારને વિશેષ આનંદનું સાધન બને છે.
કેટલીક વાર બે કનકવાના પેચ લાગ્યા પછી એ બંને કનકવા એકઠા થઈ જાય છે-બંનેને રોટલા જેવો ઘાટ થાય છે–એટલા બની જાય છે અને એવે વખતે બંનેની દેરી પર કનકવાનું જેસ રહેતું નથી અને બંનેના કનકવા નીચે પડવા માંડે છે. આ પ્રમાણે કનકવા રોટલા જેવા થાયરામરોટલા થાય ત્યારે તે પણ જોવાની ગમ્મત પડે છે.
પેચ માટેનાં કનાં–સહેલ લેવા માટે જે કનકવો ચગાવાય તે માટે જે કનાં બંધાય છે તે પચમાં સામાન્ય રીતે ન ચાલે, કેમકે એ કનાં તે મેટા કનકવા માટે પણ શને ન હોય છે, જ્યારે પેચ માટે સામાન્ય રીતે એક ને શૂન કન્નાં જોઈએ.
સળંગ દોરી-પેચ લડાવવા માટે જે માં વપરાય છે તેની દેરી બને ત્યાં સુધી સળંગ હેવી જોઈએ એટલે કે એમાં બહુ ગાંઠે ન હોવી જોઈએ, કેમકે મેચમાં કેટલીક વાર ગાંઠ સરતી નથી અને ત્યાંથી કનક કપાઈ જાય છે. આથી તે થોડેક અંતરે ગાંઠ આવતી હોય તે તેટલી દેરી જતી કરી કનક ચગાવાય છે.
ચામડાની ખોલી–પેચ લડાવવા માટે કનવા ચગાવનાર માં વાપરે છે. એ માંજાથી આંગળાં કપાવાને સંભવ છે અને ખાસ કરીને માટે ભાગે સરતીના પેચ લડાવનારને માટે તે વિશેષ સંભવ છે. આથી કેટલાક ચામડાની ખાલી સીવડાવી તે પહેરે છે. આ સંબંધમાં એ ઇસારો કરે જરૂરી જણાય છે કે ચામડાની લી પહેરવાથી, એ કઈક વાર એકાએક કપાઈ જતાં, દેરી સાક કરતી કે આંગળીમાં બેસી જવાને-ઉતરી જવાનો ભય રહે છે અને એવે વખતે માંજાને વાઢ બહુ દુઃખદાયક નીવડે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com