________________
પતંગપુરાણ
[ અધ્યાય કનકવાની પરીક્ષા—આપણે કોઈ પણ ચીજ ખરીદવી હોય તે તેની આપણને પારખ હેવી જોઈએ-તે સારી છે કે નરસી તેની આપણને પરીક્ષા કરતાં આવડવું જોઈએ; નહિ તે કેટલીક વાર પૂરા પૈસા આપવા છતાં આપણને ખરાબ માલ મળે. આ હકીકત કનકવાની ખરીદીને પણ લાગુ પડે છે. આથી એની કેમ પરીક્ષા કરવી તે વિષે અત્ર વિચાર કરાય છે. .
કનકવો ફાટેલા હોય તે તો હરકે તે ખરીદે નહિ એ દેખીતી વાત છે. ખૂબ તરેહવાળા કનકવો બનતા સુધી ખરીદ નહિ એટલે કે એના દેખાવથી લેભાઇને એ ખરીદવો નહિ; કેમકે એ કાગળના અનેક ટૂકડાઓનો બનેલો હોવાથી એમાં અનેક સાંધા હોય છે અને તેથી એકાદેક સાંધાનો કેટલેક ભાગ બરાબર ન ચુંટાડાયો હોય તો એ ચગાવતી વેળા, એના એ ભાગમાંથી હવા નીકળી જવા સંભવ છે, અને તેમ થતાં કનકવો એટલે અંશે ઓછો સદાર નીકળે તેમ જ વળી એ જગ્યાએથી કનકે કદાચ ફાટી પણ જાય અને એ પ્રમાણે એ “કુસકું' નીકળે.
જે કનકવાના ઢઢ્ઢા કે કમાન સાફ ન હોય એટલે કે જેમાં ગાંઠ હોય તે કનકવો પણ ખરીદવા ગ્ય ન ગણાય, કેમકે ચગાવતી વેળા ઢઢ્ઢો કે કમાન મરડવા જતાં એ ગાંઠ આગળથી કનકવો ભાંગી જવાને સંભવ રહે છે. વળી જેને લપુક કનકવો ન જોઈતા હોય તેણે વધારે પડતા પાતળા હાવાળો કનક ન લે, પરંતુ સાધારણ રીતે જાડા દ્વાવાળો કનક લે. એમ મનાય છે કે એકદમ જાડા ઠઠ્ઠાવાળો અને પાતળી કમાનવાળો કનકવો કૈયલ નીકળે છે એટલે કે કુમકા માર્યા કરાય કે દોરી બેંચ્યા કરાય ત્યાં સુધી જ એ ઉંચો રહે છે. તેથી એ ખરીદો નહિ. ટૂંકમાં કહું તે કનક્વાને મુખ્ય આધાર ઠઠ્ઠા અને કમાન ઉપર છે. એથી એ બંને જેવાં જોઈએ તેવાં હોય તેવો કનકવો પસંદ કર. એ બરાબર છે કે નહિ તે માટે એના ઢઢ્ઢાને તેમ જ એની કમાનને આગળ ઉપર સમજાવાશે તેમ જરાક વાળી જેવાં.
જે કનકવાને ચમચક આગળથી પકડી હલાવતાં ઢચક ઢચક એવો વધારે પડતા અવાજ થત હેય તે તે કનક ૫ણુ ખરીદવા લાયક ગણાય નહિ. વળી કનક્વામાં કરચોળી પડેલી હેય તે તે પણ ખરીદવો નહિ.
ભાવકેઇ પણ ચીજ ખરીદતી વેળા જેમ તેની જાત પારખતાં આવડવી જોઈએ તેમ તેના ભાવની પણ આપણને થોડીઘણું ખબર હોવી જોઈએ; નહિ તે કઈ દુકાનદાર ભલે ન હોય તો તે આપણને છેતરે. એ વાત ખરી છે કે કોઈ પણ ચીજને ભાવ સદા સરખો હતો નથી. એ મોટે ભાગે સમય સમય ઉપર ફરતો રહે છે. કનકવાના ભાવનું પણ તેમ જ છે. હાલમાં કનકવા પહેલાં કરતાં ઘણું મોંધા મળે છે. સામાન્ય રીતે એમ કહી શકાય કે બે તાવના પાંચવાળા સાદા કનકવી એક રૂપિયે કુંડી અને એવા ઘૂંટેલા અને બળેલા કાપકમાનવાળા કનકવા સવા રૂપિયે કુંડી, અડધિયાં દેઢ રૂપિયે કુંડી અને પિણિયાં બે રૂપિયે કુંડી વેચાય છે. આ તમામ કનક્વામાં વિદેશી કાગળ વપરાતો હોય અને નફો ઘણો ખવાતું હોય એમ કહેવાય છે. વિશેષમાં એમ પણ કહેવાય છે કે દેશી કાગળના કનકવા બનાવાય તો પાઈવાળી કનકવી એક રૂપિયાની વીસ કુંડી, દેઢપાઈવાળી કનકવી ચૌદ કુંડી, પૈસાવાળા કનવા એક રૂપિયાના સાડા પાંચ કુંડી અને બેપૈસાવાળા સવા ત્રણ કુંડી પડે. વળી જે સુરતી કનવા પાંચ રૂપિયે કુંડી વેચાય છે તે પણ તેને પૂરતું ઉત્તેજન મળે તે ઘણું સસ્તાં મળે.
इति श्रीपतङ्गपुराणे पतङ्गरचनापरीक्षावर्णनामिधो द्वितीयोऽध्यायः समाप्तः ।
૧ સરખા-“માર્યા
વતી રાઃ”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com