SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ બીજે ] કનકવાની કથની છે . છેડાનું હનું અડધીપાઈવાળી કનકવી પાઈવાળી કનકવી ૨૦ ક કમાનના કમાનના નામ માપ છેડાનું મા૫ | અંતર અંતર : ૧૦૪ | ૧૦ પાંચપાઈવાળો કનકવો , ૧૭૫ ૦૪ ૧૨.૫ ૧૩-૪ બે પૈસાવાળા કનકવો ૧૮ બે તાવના પાંચવાળ કનકવો ' ૧૯ ૨૧૮ ૧૪૫ ૧૭૪ અડધિયું ૨૦૫ ૧૫-૭ | ૧૮૧૮ || પિણિયું | ૨૩૫ ૨૬૨ ૧૫-૩ દઢપાઈવાળો કનકે બે પાઈવાળો કનક પૈસાવાળો કનકવો કનકવાના રચનાર–કનકવા વેચનાર જ કનકવા બનાવે કે જે કોઈ કનકવા બનાવે તે વેચે જ એવું કંઈ નથી. આ શહેરના લેકને કનકવાને અત્યારે શોખ છે એના કરતાં એમના પૂર્વજોને વધારે શેખ હતો. એથી તે આ શહેરના જુદા જુદા ભાગમાં કેટલાક સંગ્રહસ્થો જાતે કનકવા બનાવતા. દાખલા તરીકે નાણાવટમાં મારા એક વેળાના મહોલ્લામાં સ્વ. દલપતરામ તાપીદાસ સિયાઝવાળા ને સડક ઉપર લખપતિવાળા અને સૈયદપરામાં મારા માતામહ સ્વ. ઠાકરદાસ વીજભૂખણદાસ વાવવાળા કનક્વા બનાવતા હતા. એમ જણાય છે કે વિશેષમાં ગોપીપુરાના રહીશ રા. પ્રસન્નવદન (મૈલાભાઇ) મોટાભાઇના સ્વ. પિતામહ; કોઈ કોઈ વાર એવડો મેટો કનકવો બનાવતા કે બે જણે તે એ કનક મૂકાવવા માટે જોઈતા હતા, અને એ કનકવો ઘેડિયાનાં પાંગરાંના જેવી દોરી ઉપર ચગાવાતું હતું. આ શહેરમાં સુરતી કનકવા પણ બનતા હતા. એ માટે દેશી વાંસની ચીપના બનાવેલા હઠ્ઠા અને કમાન કામમાં લેવાતાં એટલું જ નહિ, પણ દેશી કાગળ વપરાતા. અત્યારે દસેક વર્ષથી કેવળ રા. છગનલાલ છબીલદાસ સુરતી કનકવા બનાવતા હોય એમ લાગે છે. એઓ એ કનકવા રૂપિયાના ચાર લેખે વેચે છે. એઓ નાના સુરતી કનકવા બનાવવા તૈયાર છે, પરંતુ તેને પૂરત ઉપાડ થવાનો સંભવ નહિ હેવાથી તેઓ બનાવતા નથી. એઓ મીરજાસામીના ચકલાના રહીશ સીમીયા પાસે કનકવા બનાવતા શીખ્યા હતા. એ સીમીયાના સમયમાં એમના જેવા બીજા પણ અહીં કેટલાક સરસ કનકવા બનાવતા હતા. જેમકે બડેખાને ચકલે ગુલામ કાદર, બુદેલાવાડમાં છોટુમીયા, રાણીતળાવમાં સીધી મહમદ, બરાનપુરી ભાગળે ઉસ્માનમીયા પઠાણ અને નવસારી ભાગ બનુમીયા એ સમયે જે પિણિયાં બનાવાતાં તે આજકાલનાં પણિયાં કરતાં લગભગ દોઢ બનાવાતાં, અને એ વખતના કનકવાના હટ્ટાનો ઉપલો ભાગ બે આંગળ જેટલે બહાર રહેતો. વળી એ વખતના ચમચકની આકૃતિ નીચલા ભાગમાં બે કટકે વળાંકવાળી રહેતી. જુઓ ચિત્ર ૨૫. વિશેષમાં તે વખતે તુક્કલ સિવાયના જે કનકવા બનતા તે તદ્દન ચોખંડા કાગળના બનતા એટલે કે અત્યારે જે સહેજ વળાંક આપણે જોઈએ છીએ તે તે સમયે તે નહિ. ૧ એમના બનાવેલા કનવા જરાક કન્નતા રહેતા, કે પેચ લગાવવામાં એ એથી વિશેષ અનુકૂળ રહેતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035000
Book TitlePatang Puran Yane Kanakvani Katha Sachitra
Original Sutra AuthorN/A
AuthorHiralal Rasikdas Kapadia
PublisherHiralal Rasikdas Kapadia
Publication Year1938
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy