________________
પતંગપુરાણ
[ અધ્યાય
અધ્યાય ૨ કનકવાની રચના ને પરીક્ષા
કનવા બનાવવા માટેનાં સાધને–કનક બનાવ હેય તે સાધારણ રીતે (૧) કાગળ, (૨) વાંસ, (૩) લાહી, (૪) કાતર, (૫) ચપુ, (૬) પાટલે અને (૭) કેડે એમ સાત વાનાં જોઈએ. કાતર કાગળ કાપવામાં–વેતરવામાં ખપ લાગે છે અને ચપ્પ વાંસની ચીપે તૈયાર કરવાના કામમાં આવે છે. કનકવાના કાગળ ઉપર હદ્દો, કમાનના છેડાઓ, કાપલી, ચમચક અને પુનું ચુંટાડવામાં લાહી વપરાય છે. કનક તૈયાર કરતી વેળા તેના કાગળને મૂકવા માટે પાટલે કામમાં આવે છે. એ કાગળને ઘૂંટ હેય તે તે માટે કેડાને ઉપયોગ કરાય છે. હઠ્ઠા અને કમાન માટે ૧લીલે વાંસ વપરાય છે; સૂકે હાય તો તેને પલાળી રાખવો પડે છે. લોહીમાં યાને ઘઉંના લોટની ખેળમાં મેરિથૂથુ નાખેલું હોય છે જેથી એ વપરાતાં ઉંદર વગેરે કનકવા કરડી ખાય નહિ
કનકવાનાં અવય-કનકવાનાં મુખ્ય ત્રણ અવયવ છેઃ (૧) કાગળ, (૨) ઢઢો અને (૩) કમાન. જે કનક ચમચકદાર હોય તે ચમચકને પણ મુખ્ય અવયવ તરીકે અને એના બે લગભગ ત્રિકોણાકાર કાગળ અને એને લગતી નાની નાની સળીઓને એનાં પેટાચવ તરીકે ગણાવી શકાય. એવી રીતે જે કનક કુનેદાર હેય તે કુન્નાને પણ મુખ્ય અવયવ તરીકે ઉલ્લેખ થઈ શકે.
આપણે પહેલા પૃષ્ઠમાં જોઈ ગયા તેમ કનકવાની વચ્ચોવચ્ચ જે ઊભી ચીપ યાને સળી હોય છે તે “ઢઢ્ઢો' કહેવાય છે. કેટલાક એને “ કયડ' કે ઠોંડું કે “બોળ' પણ કહે છે. એવી રીતે કનકવામાં આ ઢઢ્ઢાને સ્પર્શતી અને કમાનના આકારે ગોઠવાયેલી જે ચીપ યાને સળી હોય છે તેને કમાન, ૪ કાપ” કે “પકાંપ' કહેવામાં આવે છે. એ કમાન ખરેખર કમાનનું કામ કરે છે, કારણ કે એને લઇને કનકવાને કાગળ જેવો જોઈએ તે ખુલ્લે અને બરાબર તણાયેલું રહે છે.
શ્રદ્ધા અને કમાનની બનાવટ-વાંસ સુકે હોય તે તેને પલાળીને અને લીલો હોય તે એમ ને એમ એની ચીપ બનાવાય છે. જેવડ કનકવો બનાવવો હોય તેના માપ પ્રમાણે એ ચીપના કકડા કરાય છે. પછી એ કકડાઓને બરાબર છલીને લીસા બનાવાય છે. હઠ્ઠા માટે
૧ આ ઉપરથી કેઈકને લગ્નના એક ગીતમાંની નીચેની પંક્તિ યાદ આવવા સંભવ છે –
“આલા લીલુડા વાંસ વઢાવો, તેની રતન ટાપલીઓ ઘડાવે.” ૨ સાથે ગૃજરાતી જોડણીકોશ (પૃ. ૧૭૪)માં આના આ ઉપરાંત “સનારૂપાને બે ત્રણ આંટાને કરડો-વીંટલે” અને “ક્વાથ” યાને “ઉકાળે” એમ બે અર્થો નેધાયેલા છે, પણ તે અત્ર પ્રસ્તુત નથી.
૩ આનો અર્થ પેટને ડાબે પડખે આવેલ અવયવ” એવો જે થાય છે તે તે ઉપર્યુક્ત કાશમાં નજરે પડે છે પણ એને હૃો એવો અર્થ ત્યાં અપાયેલો નથી.
૪-૫ આ બેમાંથી એકે શબ્દ આ અર્થમાં ઉપયુક્ત કેશમાં સેંધાયેલ નથી. ૬ વાંસને પલાળવાનું કારણ એ છે કે એની ચીપ વાળતાં તે તતડી ન જાય કે ભાંગી ન જાય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com